બોલેરોમાં કેમિકલના કેરબાની આડમાં દારૂની હેરાફેરીનો ડીઆઈજીની ટીમે ખોરાસા પાસે પર્દાફાશ કરી રૂપિયા 4.51 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જોકે દારૂ લઈને આવતા 2 શખ્સ ફરાર થઈ ગયા હતા. 3 સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. નાયબ પોલીસ મહા નિરીક્ષકની કચેરીની ટીમ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે વંથલી તાલુકાના ખોરાસા (આહીર) ગામે આવતા બાતમી મળી હતી કે જૂનાગઢના બહાદુર દિલુ બાબરીયાએ વંથલી તરફથી મેંદરડા ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ આવવા તેના સાગરીતો મેંદરડાનાં કાળુ ખુમાર અને જયદીપ ઉર્ફે મોગલ દડુને સફેદ કલરની જીજે 13 એટી 4216 નંબરના બોલેરો સાથે મોકલેલ છે. આ બાતમી આધારે પોલીસે ખોરાસા આહિર ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બોલેરો જોવામાં આવતા કાળુ ખુમાર અને જયદીપ ઉર્ફ મોગલ વાહન રસ્તાની સાઈડમાં ઊભું રાખી, અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે વાહનની તલાસી લેતા પાછળના ભાગે રાખેલા કેમિકલના કેરબાની આડમાં સંતાડેલો રૂપિયા 1,34,730ની કિંમતના ઇંગ્લિશ દારૂની 127 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત બોલેરો, 2 મોબાઈલ ફોન અને પ્લાસ્ટિકના કેરબા મળી કુલ રૂ. 4,51,119નો મુદ્દામાલ કબજે લીધો લઈ કાળુ ખુમાર, જયદિપ ઉર્ફે મોગલ દડુ, બહાદુર દિલુ બાબરીયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
બોલેરોમાં દારૂની દાણચોરી કરતા રેકેટનો પર્દાફાશ, બે તસ્કરો ફરાર
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.