Achira News Logo
Achira News

બાળકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ ખાતે ઓમ્નિટેક સમર હોકી કેમ્પનો પ્રારંભ

Akila News
બાળકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ ખાતે ઓમ્નિટેક સમર હોકી કેમ્પનો પ્રારંભ
Full News
Share:

રાજકોટઃ બાળકોને વેકેશન દરમિયાન મોબાઈલમાંથી મેદાન તરફ પ્રોત્‍સાહિત કરવા ઓમ્‍નીટેક એન્‍જિનિયરિંગ લિ.ના સીએમડી ઉદયભાઈ પારેખના આર્થિક સહયોગથી એહસાસ ટ્રસ્‍ટ અને હોકી રાજકોટના સંયુક્‍ત ઉપક્રમે તેમજ રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનના સહકારથી‘ઓમ્‍નીટેક સમર હોકી કેમ્‍પ'નું આયોજન તા.પ એપ્રિલથી ૩૦ મે સુધી રેસકોર્ષ પાસે મેજર ધ્‍યાનચંદ હોકી ગ્રાઉન્‍ડ ખાતે આયોજન કરાયુ છે. કુલ ૫૫ દિવસનો કેમ્‍પ યોજાશે. જેમાં ૫ થી ૧૬ વર્ષના ગર્લ્‍સ અને બોયઝ ભાગ લઈ શકશે. અંદાજે ૬૦ જેટલા ખેલાડીઓ જોડાશે. આ હોકી કેમ્‍પમાં જોડાનાર બાળકોને એડવાન્‍સ ટેકનીક,સ્‍કિલ ડેવલપમેન્‍ટ અને ફિટનેસ અંગે તાલીમ આપવામાં આવશે. તેમજ અનુભવી કોચ દ્વારા પ્રેક્‍ટિકલ તેમજ થિયોરેટિકલ માર્ગદર્શન પણ આપવામાં આવશે. કેમ્‍પનો સમય દરરોજ સવારે ૬.૩૦ થી ૮.૩૦ રાખવામાં આવ્‍યો છે. કેમ્‍પ બાળકોને મોબાઈલ અને ગેજેટ્‍સથી દૂર રાખીને સ્‍વસ્‍થ જીવનશૈલી તરફ દોરી જશે,તેમજ હોકી જેવી રમત રમવાથી બાળકોની ફિટનેસ,સ્‍ટેમિના,ઝડપ અને બેલેન્‍સમાં વધારો થશે. આ સમર હોકી કેમ્‍પ પૂર્ણ થયા બાદ દરેક ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્‍પમાં ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને જિલ્લા તેમજ રાષ્‍ટ્રીય સ્‍તરે રમવાની પણ સૂવર્ણ તક ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બાળકોમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે રાજકોટ ખાતે ઓમ્નિટેક સમર હોકી કેમ્પનો પ્રારંભ | Achira News