પટણા, બિહારના મોતિહારીમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુર વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ ઘટના ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તાર રામડીહા ગામમાં બની હતી. ગોળીબારમાં બે ગુનેગારો માર્યા ગયા છે. બીજી તરફ એક જવાન પણ શહીદ થઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારોને ઠાર કરી દેવામાં આવ્યા છે જેમાં કુંદન ઠાકુર અને પ્રિયાંશુ દુબે સામેલ છે. જી્હ્લ જવાનનું નામ શ્રીરામ યાદવ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટના ફક્ત એક એન્કાઉન્ટર નહોતી, પરંતુ તે પહેલાની કહાની ઘણી ખતરનાક અને ચોંકાવનારી છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરનું એક ઓડિયો રેકો‹ડગ હવે સામે આવ્યું છે, જેણે પોલીસ અને જનતા બંનેને ચોંકાવી દીધા છે. આ ઓડિયોમાં કુંદન ઠાકુર જે બેખોફ અંદાજમાં પોલીસને ધમકી આપતો સંભળાય રહ્યો છે તે દર્શાવે છે કે તેનું મનોબળ કેટલું ઊંચું થઈ ગયું હતું. Bihar is not for beginners. Wanna be Gangster Kundan Thakur from Motihari in Bihar threatned the Additional SHO of his Police Station on a phone call and the very next day STF traced and killed him along with his associate Priyanshu Dubey in an encounter. STF Jawan Sriram Kumar…pic.twitter.com/LEhXqxxfoC — NCMIndia Council For Men Affairs (@NCMIndiaa)March 18, 2026
બિહાર એન્કાઉન્ટરમાં કુખ્યાત ગુનેગાર કુંદન ઠાકુરની હત્યા
Western Times•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.