Achira News Logo
Achira News

બિહારમાં સગીર છોકરી પર બળાત્કાર અને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Western Times
બિહારમાં સગીર છોકરી પર બળાત્કાર અને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
Full News
Share:

ગાંધીનગર,કલોલ નજીક રહેતી ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર આરોપી રોહિતકુમાર ઉર્ફે ગાગાકુમાર બિંદેશ્વરસિંહ કુશવાહ (ઉં-૨૩, રહે-મેદનીપુર થાના-ધોન્ડાહ, કંચનપુર પોસ્ટ, જિલ્લો-રોહતાસ, બિહાર)ને કલોલની કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. આ ચુકાદાની શરૂઆતમાં કોર્ટે સંસ્કૃત શ્લોક ટાંક્યો હતો, જેનો અર્થ થાય છે કે કન્યા પર અત્યાચાર કરનાર તત્ત્વો કડક સજાને પાત્ર છે.ચોંકાવનારા કેસની વિગત એવી છે કે, મૂળ બિહારના અને હાલ કલોલના છત્રાલ ખાતે રહેતા આરોપી રોહિતકુમાર કુશવાહે ગત મે, ૨૦૨૫માં ફરિયાદીની ૧૩ વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી હરિયાણાના ગન્નોર પાસે લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી. તેની જાણવા છતાં આરોપીએ તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુના અંગે તત્કાલીન પીઆઈએ ઝીણવટભરી તપાસ કરીને જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. સગીરા પર આચરવામાં આવેલા દુષ્કર્મનો આ કેસ કલોલ કોર્ટના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો – પુરાવા ધ્યાને લઈ કોર્ટે આરોપીને ગુનેગાર ઠેરવ્યો હતો અને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને કુલ ૨ લાખનો દંડ ફટકાર્યાે છે. આ સજાની સાથે કોર્ટે પીડિતા પ્રત્યે સંવેદના દાખવતા ભોગ બનનાર સગીરાને વળતર પેટે ૫ લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યાે છે.SS1MS

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

બિહારમાં સગીર છોકરી પર બળાત્કાર અને તેને ગર્ભવતી બનાવવાના ગુનામાં એક વ્યક્તિને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. | Achira News