Achira News Logo
Achira News

ભક્તિ મહાકુંભઃ વિક્રમજનક હિંદુ ગ્રંથ પઠનમાં સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણી

Sandesh
ભક્તિ મહાકુંભઃ વિક્રમજનક હિંદુ ગ્રંથ પઠનમાં સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણી
Full News
Share:

વડોદરામાં ભક્તિનો મહાકુંભ સંસ્કારી નગરી વડોદરા ખાતે બી.એ.પી.એસ. (BAPS) સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો 92મો જન્મજયંતી મહોત્સવ અત્યંત ભક્તિભાવ અને દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સહિત લાખો ભક્તોની ઉપસ્થિતિમાં આધ્યાત્મિકતાનો અનોખો સંગમ રચાયો હતો. ADVERTISEMENT આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ બાળકો દ્વારા સ્થાપિત કરવામાં આવેલો વિશ્વવિક્રમ રહ્યો હતો.‘Largest Simultaneous Hindu Text Recital’ (હિન્દુ ગ્રંથનું સૌથી વિરાટ સમૂહગાન). 3 થી 13 વર્ષની વયના કુલ 15,666 બાળકોએ મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કર્યો હતો. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓએ આ પૈકી 12,723 બાળકોની સત્તાવાર નોંધણી કરી વૈશ્વિક સન્માન એનાયત કર્યું હતું. કોઈ ગ્રંથના રચયિતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં બાળકોએ માત્ર એક વર્ષમાં સંપૂર્ણ ગ્રંથ કંઠસ્થ કર્યો હોય તેવી આ વિશ્વની વિરલ ઘટના છે. Gujarat Gujarat Gujarat Gujarat Gujarat India India Entertainment Sports Astrology Ahmedabad: વિશ્વ કેન્સર દિવસ, United by Unique થીમ સાથે કેન્સર મુક્ત સમાજ તરફ ગુજરાતના મક્કમ ડગ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભક્તિ મહાકુંભઃ વિક્રમજનક હિંદુ ગ્રંથ પઠનમાં સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણી | Achira News