Achira News Logo
Achira News

ભાગવત કથા કાર્યક્રમથી રાજકોટની તથાસ્તુ વિદ્યાપીઠ માટે ભંડોળ ઊભું થયું

Akila News
ભાગવત કથા કાર્યક્રમથી રાજકોટની તથાસ્તુ વિદ્યાપીઠ માટે ભંડોળ ઊભું થયું
Full News
Share:

રાજકોટઃ તા.ર૧, ‘ભાગવત કથા રાજકોટની, ભાગવત કથા સર્વજ્ઞાતિની' સૂત્રને સાર્થક કરવાના પવિત્ર હેતુ સાથે સર્વજ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે તથા તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે તા. ર૭ માર્ચ થી ર એપ્રિલ ર૦ર૬ દરમ્‍યાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા સુધી આંતરરાષ્‍ટ્રિય ખ્‍યાતિ પ્રાપ્ત-લોકપ્રિય ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ભાગવતકથાનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જે માટેના વી.આઇ.પી. પાસ મેળવવા ભાવિકોનો ભારે ધસારો જોવામાં આવી રહયો છે. જુના ગેસ્‍ફોર્ડ સિનેમા સામે, એચ.ડી.એફ.સી. બેન્‍ક પાસે, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેના કાર્યાલય ખાતેથી સવારે ૧૧ વાગ્‍યાથી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી ભાગવતકથાનાં વી.આઇ.પી. પાસનું વિતરણ અવિરતપણે ચાલી રહયું છે. ભાગવતકથામાં પોથીજીના યજમાન બનવા માટે માત્ર ૩૧ હજાર રૂપિયામાં નામ નોંધાવી શકાતું હોવાનું યાદીમાં જણાવાયું છે. પોથીજી માટે નામ નોંધાવવા મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે. તથાસ્‍તુ વિદ્યાપીઠ રાધે રાધે પરિવારના ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્‍યું હતું કે પવિત્ર ભાગવતકથાના સંપૂર્ણ આયોજન બાદ જે કંઇ ધનરાશી વધશે તે‘તથાસ્‍તુ વિદ્યાપીઠ' માં શિક્ષણ પ્રાપ્ત કરવા આવનાર વિદ્યાર્થીઓના સામાજીક, શૈક્ષણિક, સેવાકિય કલ્‍યાણ અર્થે ખર્ચ કરવામાં આવશે. આર્થિક સહયોગ ઇચ્‍છતા બાળકોને પણ પ્રાપ્ત ધનરાશીમાંથી પ્રાથમિકતા આપવામાં આવશે તેવું પણ જણાવ્‍યું હતું. *જુના ગેસ્‍ફોર્ડ સિનેમા સામે, એચ.ડી.એફ.સી. બેન્‍કની પાસે ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી સવારે ૧૧ વાગ્‍યા થી રાત્રે ૧૦ વાગ્‍યા સુધી વી.આઇ.પી.પાસનું અવિરત વિતરણ * પોથીજી માટે નામ નોંધાવવા મો. ૯૧૭૩૧ ૨૨૮૮૭ ઉપર સંપર્ક કરી શકાય છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભાગવત કથા કાર્યક્રમથી રાજકોટની તથાસ્તુ વિદ્યાપીઠ માટે ભંડોળ ઊભું થયું | Achira News