Achira News Logo
Achira News

ભાજપે રાજકોટ જિલ્લામાં ઉપાધ્યક્ષ પદ માટે ટોચના નેતાઓની નિમણૂક કરી

Akila News
ભાજપે રાજકોટ જિલ્લામાં ઉપાધ્યક્ષ પદ માટે ટોચના નેતાઓની નિમણૂક કરી
Full News
Share:

રાજકોટ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ,સંગઠન મહામંત્રી રત્‍નાકરજી,સૌરાષ્‍ટ્ર ઝોન મહામંત્રી અનિરુધ્‍ધભાઈ દવે,રાજકોટ જીલ્લા ભાજપ અધ્‍યક્ષ અલ્‍પેશભાઈ ઢોલરીયાએ ચર્ચા વિમર્શ કરી જીલ્લા ભાજપના હોદેદારની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે મનોજભાઈ રાઠોડની નિમણુક કરવામાં આવી છે. અગાઉ મનોજભાઈ રાઠોડએ તાલુકા ભાજપ ઉપપ્રમુખ,તાલુકા ભાજપ મંત્રી,જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ,તાલુકા પંચાયતના ગુજરાતના સૌથી નાની વયના લોધિકા તાલુકા પંચાયતના પ્રમુખ,જીલ્લા અનુ. જાતી મોરચાના પ્રમુખ,રાજકોટ જીલ્લા ભાજપના મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. ઉપરોક્‍ત વરણીને કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયા, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્‍યો શ્રીમતિ ભાનુબેન બાબરીયા, જયેશભાઈ રાદડિયા, શ્રીમતિ ગીતાબા જયરાજસિંહ જાડેજા, મહેન્‍દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સહીતના મો. ૯૮ર૪રપ૧૬૬૩ ઉપર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભાજપે રાજકોટ જિલ્લામાં ઉપાધ્યક્ષ પદ માટે ટોચના નેતાઓની નિમણૂક કરી | Achira News