(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : દિલ્હીથી ભુજ આવતી એર ઇન્ડીયાની ફ્લાઇટ AI 1709 એ ગઈકાલે સાંજે વિમાનમાં સવાર પ્રવાસીઓના જીવ અદ્ધર કર્યા હતા. ભુજમાં ઉતરાણ સમયે ટેકનિકલ ખામીને કારણે વિમાને હવામાં પોણો કલાકથી વધુ સમય ચક્કર માર્યા હતા. જોકે ત્રણ વાર ઉતરાણના નિષ્ફળ પ્રયત્નને અંતે પાયલટે ચોથા પ્રયાસે પ્લેનને સફળ ઉતરાણ કરાવ્યું હતું. આ સાથે જ મુસાફરોને હાશ થઈ હતી. આમ ટેકનિકલ ક્ષતિને કારણે વિમાન મોડું થયું હતું. સામાન્ય રીતે દોઢ કલાકનો સમય લેતું વિમાન એક કલાક મોડું પડ્યું હતું. બપોરે ૩.૨૪ વાગ્યે ઉપડી ભુજ સાંજે ૬.૦૬ મિનિટે પહોંચ્યું હતું. જોકે, આ વિમાને પરત ભુજથી દિલ્હી જવા માટે પરત સાંજે ૬.૫૩ વાગ્યે ઉડ્ડયન ભર્યું હતું અને દોઢ કલાકે ૮.૩૨ વાગ્યે દિલ્હીમાં સફળતાથી ઉતરાણ કર્યું હતું. વિમાન પરત બરાબર પહોંચ્યું એટલે એન્જિન બરાબર જ હતું. અન્ય કોઈ ટેક્નિકલ કારણ બહાર આવ્યું નથી. જો કે, ભુજમાં સાંજે ફ્લાઇટ ઉતરાણ સમયે ઘણી વાર પક્ષીઓ પણ નડતા હોય છે. એ કારણ પણ એક અનુમાન છે. જોકે, આ કારણને પણ ટેકનિકલ કારણ જ માનવામાં આવે છે.
ભુજમાં લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે એર ઇન્ડિયાની ફ્લાઇટ મોડી પડી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.