સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં રખડતા ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં લઈને કડક પગલાં લેવા આપેલા આદેશને અનુસરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ‘ઝીરો ટોલરન્સ ટૂ કેટલ ન્યૂસન્સ' અભિયાનનો કડકાઇથી અમલ કરવાની કવાયત હાથ ધરી છે. શહેર પોલીસ તથા SRP અને AMCની CNCDની ટીમો દ્વારા ગોતા, મોટેરા, સાબરમતી, એરપોર્ટ સહિત ૧૩ વિસ્તારોને નો કેટલ ઝોન જાહેર કર્યા છે અને મણીનગર વિસ્તારમાંથી તેનાં અમલીકરણનો પ્રારંભ કર્યો છે. આગામી કોમનવેલ્થ ગેમ્સનાં આયોજનનાં ભાગરૂપે ચોક્કસ શહેરી વિસ્તારોમાં રખડતાં ઢોર જોવા મળે નહિ તે માટે રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ કમિશનરે મ્યુનિ. સત્તાધીશો સાથે ચર્ચાવિચારણા કરીને 13 વિસ્તારોને ‘નો કેટલ ઝોન' જાહેર કરી દીધા છે. CNCD વિભાગના આ જાહેરનામાનાં અમલીકરણ કરતાં મણીનગર વિસ્તારમાં તપાસ કરીને 19 લાયસન્સ ધારકોનાં 94 ગાય-ભેંસને શહેરની બહાર ખસેડવાની કાર્યવાહી કરી હતી તેમજ ૧૯ વાડા અને પાણીનો એક હવાડો તોડી પાડવામાં આવ્યો હતો.
ભટકતા પશુઓના ઉપદ્રવને નાબૂદ કરવા માટે અમદાવાદ દ્વારા'ઝીરો ટોલરન્સ "અભિયાન શરૂ કરવામાં આવ્યું
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.