Achira News Logo
Achira News

ભારે વરસાદ અને ભારે પવનોએ ધોરાજીને અસર કરી, ખેડૂતો માટે પાકને નુકસાનનું જોખમ

Akila News
ભારે વરસાદ અને ભારે પવનોએ ધોરાજીને અસર કરી, ખેડૂતો માટે પાકને નુકસાનનું જોખમ
Full News
Share:

ધોરાજીઃ ગઈકાલે સાંજના સમયે અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે એક કલાકમાં એક ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો જેને લઈ ધોરાજી શહેર અને સમગ્ર વિસ્‍તારમાં ખેડૂતોમાં પોતાના પાકમાં ભારે નુકસાની જવાની સંભાવના જણાઈ રહી છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા હાલ ઘઉં તલ અને ચણા જેવા પાકોનું વાવેતર થયેલું હોય ત્‍યારે કમોસમી માવઠાને લઈ ખેડૂતોને પાકમાં નુકસાની જાય તે જણાઈ રહ્યું છે. બીજી તરફ ધોરાજી શહેરમાંથી જમનાવડ રોડ તરફ નવો સિમેન્‍ટ રોડ તાજેતરમાં બનાવવામાં આવેલ છે જેમાં રોડને યોગ્‍ય ઢાળ આપવામાં ન આવેલ હોય જેથી નવા બનેલા સિમેન્‍ટ રોડ પર પાણી ભરાઈ જતા સ્‍થાનિકોમાં રોષ જોવા મળ્‍યો હતો અને લેવલ વગરનું કામ થયું હોવાનું સ્‍થાનિકોનો આક્ષેપ થયો હતો. (તસવીરઃ કિશોરભાઈ રાઠોડ)

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારે વરસાદ અને ભારે પવનોએ ધોરાજીને અસર કરી, ખેડૂતો માટે પાકને નુકસાનનું જોખમ | Achira News