ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી વાદળ છાયા વાતાવરણ સાથે બફારાનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ફરી શરદી,ખાંસી નાના બાળકોને થઈ રહી છે. આમ જિલ્લાનું દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ 32 ટકા અને પવનની ગતિ ઘટીને 8 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 14 થી 22 ડિગ્રી રહેવાની સંભાવના છે. ખેડૂતો પવનની ગતિને ઓછી થતાં ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે. સાથે ખેતી પાકના વિકાસ માટે જરૂરિયાત મુજબ ખાતર આપી શકાશે. ભરૂચ જિલ્લાના વાતાવરણમાં સામાન્ય બદલાવ નોંધાય શકે છે. ગરમીને લઈને બાળકો અને વૃદ્ધોને ડી હાઈડ્રેશન ન થાય તે માટે કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં વાદળછાયું હવામાન અને પવનની ગતિમાં ઘટાડો નોંધાયો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.