કેન્દ્ર સરકાર આગામી 1 એપ્રિલ, 2026થી દેશની આવકવેરા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. જૂની ટેક્સ સિસ્ટમને સ્થાને હવે નવો આવકવેરા કાયદો લાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ ટેક્સ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. આ નવા ડ્રાફ્ટ મુજબ, હાલના ૫૧૧ નિયમોને ઘટાડીને ૩૩૩ કરી દેવામાં આવશે. આ ફેરફારોની સીધી અસર નોકરિયાત વર્ગના પગાર, કંપની દ્વારા અપાતા મકાન, કાર અને અન્ય ભથ્થાં પર પડશે. નવા નિયમો મુજબ, કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા ઘર પરના ટેક્સની ગણતરી હવે શહેરની વસ્તીના આધારે થશે.
ભારત 1 એપ્રિલ, 2026થી નવા કાયદા સાથે આવકવેરાની વ્યવસ્થાને સરળ બનાવશે
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.