Achira News Logo
Achira News

ભારત અને ચીને સીધી ઉડાનો ફરી શરૂ કરીને સંબંધોને પુનર્જીવિત કર્યા

Akila News
ભારત અને ચીને સીધી ઉડાનો ફરી શરૂ કરીને સંબંધોને પુનર્જીવિત કર્યા
Full News
Share:

નવી દિલ્હી:ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં બરફ પીગળવાની પ્રક્રિયા હવે આકાશમાં પણ દેખાઈ રહી છે. ચીનીદૂતાવાસનાપ્રવક્તા યુજિંગેપુષ્ટિ કરી છે કે એર ચાઇના ટૂંક સમયમાં નવી દિલ્હી અને બેઇજિંગ વચ્ચે સીધીફ્લાઇટ્સશરૂ કરશે. વર્ષ 2020માંગાલવાનખીણનીહિંસક અથડામણ અને કોરોના રોગચાળાને કારણે સ્થગિત થયેલી આ સેવાઓ ચાર વર્ષથી વધુ સમય બાદ ફરી પાટા પર ચડી રહી છે. આ માત્રમુસાફરીનીસગવડ નથી, પરંતુ એશિયાની બે મહાસત્તાઓ વચ્ચે ફરી સ્થાપિત થઈ રહેલા વિશ્વાસનું પ્રતીક છે. તાજેતરમાં જ 1 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની શાંઘાઈથી નવી દિલ્હીની પ્રથમ ફ્લાઇટ 230 મુસાફરો સાથે સફળતાપૂર્વક લેન્ડ થઈ હતી. આ સફળતા બાદ હવે ઇન્ડિગો જેવી ખાનગી એરલાઇન્સ પણ ચીન માટે પોતાની સેવાઓ શરૂ કરવા સજ્જ થઈ રહી છે. સીધી ફ્લાઇટ્સ શરૂ થવાથી પ્રવાસનો સમય અડધો થઈ જશે, જે અત્યાર સુધી કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા ખૂબ લાંબો અને ખર્ચાળ રહેતો હતો. ખાસ કરીને નાના વ્યવસાયીઓ અને કોર્પોરેટ સેક્ટર માટે આ સીધી કનેક્ટિવિટી આર્થિક દૃષ્ટિએ અત્યંત લાભદાયી સાબિત થશે. વ્યૂહાત્મક દૃષ્ટિએ જોઈએ તો, SCO અને BRICS જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં ભારત અને ચીનની ભાગીદારી માટે આ એર-બ્રિજ ખૂબ મહત્વનો છે. પર્યટન અને વેપાર ક્ષેત્રે આ ફ્લાઇટ્સથી અબજો ડોલરના વ્યવહારને વેગ મળવાની અપેક્ષા છે. સીધી ફ્લાઇટ્સ શરૂ થવી એ સંકેત આપે છે કે બંને દેશો સરહદી વિવાદોને બાજુ પર રાખી આર્થિક અને સામાજિક આદાનપ્રદાન વધારવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત અને ચીને સીધી ઉડાનો ફરી શરૂ કરીને સંબંધોને પુનર્જીવિત કર્યા | Achira News