Achira News Logo
Achira News

ભારત-અમેરિકા વેપાર સમજૂતી વચ્ચે રશિયા ભારત સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગે છે

Akila News
ભારત-અમેરિકા વેપાર સમજૂતી વચ્ચે રશિયા ભારત સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગે છે
Full News
Share:

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં થયેલી ભારત-યુએસ ટ્રેડ ડીલ બાદ રશિયાએ મોટો મોરચો ખોલ્યો છે. ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને વેનેઝુએલા તરફ વળવા સૂચન કર્યું હતું, જેને પગલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ પોતાની વ્યૂહરચના બદલી છે. રશિયાએ પાકિસ્તાન પર આકરા પ્રતિબંધો અથવા અમુક મોટા સંરક્ષણ સોદાઓ પર રોક લગાવીને ભારતને સંકેત આપ્યો છે કે તે પોતાના જૂના મિત્રને ગુમાવવા માંગતું નથી.અમેરિકાએ ભારતને ટ્રેડ ટેરિફમાં મોટી છૂટછાટ આપવા બદલ શરત મૂકી છે કે ભારત રશિયા સાથેના વેપારમાં ઘટાડો કરે. આ દરમિયાન રશિયાએ પાકિસ્તાન સાથેના પોતાના સંબંધો પર કાતર ફેરવીને ભારતને પોતાની તરફેણમાં રાખવાનો પ્રયાસ કર્યો છે. નિષ્ણાતો માને છે કે રશિયાનું આ પગલું ભારતને એ યાદ અપાવવા માટે છે કે મુશ્કેલીના સમયમાં કોણ તેની સાથે ઊભું રહ્યું હતું.રશિયા દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવાયેલા આ પગલાંથી આખું વિશ્વ આશ્ચર્યમાં છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જો ભારત અમેરિકા તરફ નમશે તો રશિયા પાકિસ્તાન સાથે મિત્રતા વધારશે. પરંતુ પુતિને ઉલટો દાવ રમીને પાકિસ્તાન પર એક્શન લીધું છે. આનાથી પાકિસ્તાનની આર્થિક અને સૈન્ય સ્થિતિ વધુ કફોડી બની શકે છે.આ સમાચાર વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સ મોદી-ટ્રમ્પની જોડીને શ્રેષ્ઠ ગણાવી રહ્યા છે, તો કેટલાક રશિયા સાથેની જૂની મિત્રતા તોડવા સામે ચેતવણી આપી રહ્યા છે. ભારત અત્યારે બે મહાસત્તાઓ વચ્ચે 'બેલેન્સિંગ એક્ટ' કરી રહ્યું છે, જે આગામી સમયમાં વિશ્વના અર્થતંત્ર અને ભૂ-રાજકારણ પર મોટી અસર કરશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત-અમેરિકા વેપાર સમજૂતી વચ્ચે રશિયા ભારત સાથે આર્થિક સંબંધોને મજબૂત કરવા માંગે છે | Achira News