નવી દિલ્હી : ભારતીય સેનાએ આઈઆઈટી મદ્રાસની મદદથી તૈયાર થયેલા રેમજેટ-આસિસ્ટેડ ૧૫૫ એમએમ આર્ટિલરી શેલને સામેલ કરવાની તૈયારી કરી છે, જે તોપની રેન્જ ૩૦ થી ૫૦ ટકા વધારશે.આત્મનિર્ભર ભારત અંતર્ગત ડિફેન્સ ટેકનોલોજીમાં એક મોટી સિદ્ધિ હાંસલ થઈ છે. ભારતીય સેનાએ આઈઆઈટી મદ્રાસના સંશોધકો સાથે મળીને વિકસાવેલા ‘રેમજેટ-આસિસ્ટેડ’ ૧૫૫ એમએમ આર્ટિલરી શેલ (ગોળા) ને સામેલ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આર્મી ટેકનોલોજી બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.આ નવા શેલની ખાસિયત એ છે કે તે હાલની તોપોની મારક ક્ષમતા (રેન્જ) માં કોઈ પણ પ્રકારના ફેરફાર વગર ૩૦ થી ૫૦ ટકાનો વધારો કરી શકશે. એટલું જ નહીં, રેન્જ વધવા છતાં તેની ઘાતકતામાં કોઈ ઘટાડો થશે નહીં. આ ટેકનોલોજીના ઉપયોગથી દુશ્મનના દૂરના ઠેકાણાઓને પણ ચોકસાઈપૂર્વક નિશાન બનાવી શકાશે.
ભારતે ઉન્નત રેન્જ સાથે રેમજેટ-આસિસ્ટેડ આર્ટિલરી શેલનો સમાવેશ કર્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.