અમદાવાદ, તા.૪: ભારતમાં ડિજિટલ ગેમિંગનું મેદાન હવે માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે એક ગંભીર કાનૂની વિષય બની ગયું છે. ૧ મેથી અમલમાં આવેલા નવા નિયમો અનુસાર, જો તમે ઓનલાઈન ગેમ્સમાં નાણાંનું રોકાણ કરો છો અથવા ઈનામો જીતવાની લાલચમાં રમો છો, તો તમે સીધા જ કાયદાના રડારમાં આવી શકો છો. સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે મની ગેમ્સ પર માત્ર ટેક્સ જ નહીં, પરંતુ જો નિયમોનું ઉલ્લંઘન થશે તો જેલની હવા પણ ખાવી પડી શકે છે. હવે તમારી ફેવરિટ ગેમ કઈ શ્રેણીમાં આવે છે, તે જાણવું તમારા ખિસ્સા અને આઝાદી બંને માટે અનિવાર્ય છે. નવા કરવેરાના માળખાએ ગેમર્સની ચિંતામાં વધારો કર્યો છે. કોઈપણ ઓનલાઈન મની ગેમ કે ઈ-સ્પોર્ટ્સ દ્વારા થતી કમાણી પર હવે સીધો ૩૦ ટકા ફ્લેટ ટેક્સ લાગશે. આમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે જો તમે કોઈ રમત હારો છો, તો તે નુકસાનને તમે તમારી જીતેલી રકમ સામે સેટ-ઓફ કરી શકશો નહીં. એટલે કે, ટેક્સ તો પૂરેપૂરી જીતેલી રકમ પર જ ભરવો પડશે. જો કોઈ ખેલાડી પોતાની આવક છુપાવવાનો પ્રયાસ કરશે અને તપાસમાં પકડાશે, તો તેને કમાણી કરતા પણ વધુ રકમનો દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે. ઈ-સ્પોર્ટ્સના શોખીનો માટે પણ સ્થિતિ બદલાઈ છે. જોકે ઈ-સ્પોર્ટ્સને કૌશલ્ય આધારિત માનવામાં આવે છે, પરંતુ તેમાંથી થતી આવક કરમુક્ત નથી. ઈન્ટરનેટ પર રમાતી ટુર્નામેન્ટ્સમાંથી થતી કમાણી પરTDSકાપવામાં આવશે. પ્રોફેશનલ પ્લેયર્સ કે જેઓ સ્ટ્રીમિંગ અથવા સ્પોન્સરશિપ દ્વારા કમાણી કરે છે, તેમની આવકને હવે વ્યવસાયિક આવક તરીકે ગણવામાં આવશે. આનો અર્થ એ છે કે ડિજિટલ દુનિયામાં મળતી ખ્યાતિ હવે ટેક્સના કાગળો સાથે આવશે, અને દરેક ટ્રાન્ઝેક્શન પર સરકારી તંત્રની નજર રહેશે. જો તમે આ તમામ જોખમોથી બચવા માંગતા હોવ, તો ઓનલાઈન સોશિયલ ગેમ્સ સૌથી શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ છે. ક્વિઝ એપ્સ, પઝલ ગેમ્સ અને એવી કેઝ્યુઅલ રમતો જેમાં કોઈ નાણાકીય ઈનામની અપેક્ષા નથી, તેને સરકારે સંપૂર્ણ સુરક્ષિત ગણી છે. આવી રમતોમાં તમે સબ્સ્ક્રિપ્શન ફી ભરો તો પણ તે કમાણીનો ભાગ ન હોવાથી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. ટૂંકમાં, જો તમે માત્ર મનોરંજન માટે રમો છો તો ડરવાની જરૂર નથી, પણ જો ગેમિંગને સટ્ટાબાજીનું સાધન બનાવશો તો કાયદો તમને છોડશે નહીં.
ભારતે ઓનલાઈન ગેમ્સ, ઈ-સ્પોર્ટ્સની કમાણી પર કર લાદ્યો, જેલની ચેતવણી આપી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.