Achira News Logo
Achira News

ભારત-પાકિસ્તાન T20 મેચઃ નાણાકીય પરિણામો સાથે અબજો ડોલરની રમત

Akila News
ભારત-પાકિસ્તાન T20 મેચઃ નાણાકીય પરિણામો સાથે અબજો ડોલરની રમત
Full News
Share:

નવી દિલ્હી: વિશ્વ ક્રિકેટમાં જ્યારે ભારત અને પાકિસ્તાન આમને-સામને હોય છે, ત્યારે માત્ર રમત જ નહીં પરંતુ અબજો રૂપિયાનો સટ્ટો અને વ્યાપાર દાવ પર હોય છે. એક અંદાજ મુજબ, ભારત-પાકિસ્તાન T20 મેચનું કુલ બજાર મૂલ્ય $૫૦૦ મિલિયન એટલે કે આશરે ₹૪,૫૦૦ કરોડ છે. આ આંકડો દુનિયાની કોઈપણ અન્ય ક્રિકેટ મેચ કરતા બમણાથી પણ વધુ છે. જો પાકિસ્તાન કોઈ કારણસર મેચ રમવાનો ઈન્કાર કરે છે, તો માત્ર ટીવી એડ્સમાંથી જ થતી ₹૩ અબજની આવક પર પાણી ફરી વળશે. પ્રસારણકર્તાઓ માટે ૧૦ સેકન્ડની જાહેરાતનો દર ₹૪૦ લાખ સુધી પહોંચી જતો હોય છે, જે મેચ રદ થવાની સ્થિતિમાં શૂન્ય થઈ જશે. આ આર્થિક ઝટકાની સૌથી ગંભીર અસર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પડી શકે છે. BCCI તો આર્થિક રીતે સધ્ધર હોવાથી ₹૨૦૦ કરોડનું નુકસાન પચાવી જશે, પરંતુ ICCના ફંડ પર નભતા પાકિસ્તાન માટે આ આત્મઘાતી સાબિત થઈ શકે છે. જો PCB મેચમાંથી ખસી જાય, તો તેને કોઈ વીમા કવચ મળશે નહીં. પરિણામે, બ્રોડકાસ્ટર્સને થતા નુકસાનની ભરપાઈ કરવા માટે ICC પાકિસ્તાનને મળતા વાર્ષિક હિસ્સામાંથી ૭૦ થી ૮૦ ટકા જેટલી રકમ કાપી શકે છે. પાકિસ્તાન માટે આ દંડની રકમ તેના અસ્તિત્વ માટે જોખમી બની શકે છે. ક્રિકેટના આ 'મહાકુંભ'માં માત્ર જાહેરાતો જ નહીં, પરંતુ ડિજિટલ એન્ગેજમેન્ટ અને ટિકિટના વેચાણ દ્વારા પણ અઢળક કમાણી થાય છે. બ્રોડકાસ્ટર્સને કુલ ₹૪ અબજ સુધીનું નુકસાન થવાની ભીતિ છે, જે આખરે ICCના નફાને અસર કરશે. નાના ક્રિકેટ બોર્ડ્સ, જેઓ સંપૂર્ણપણે ICCની ગ્રાન્ટ પર નિર્ભર છે, તેઓ આ નાણાકીય ખાડાના કારણે પાયમાલ થઈ શકે છે. આમ, જો પાકિસ્તાન મેદાન છોડવાનો નિર્ણય લેશે, તો તેની અસર માત્ર પીચ પર જ નહીં, પણ સમગ્ર વિશ્વના ક્રિકેટ અર્થતંત્ર પર વિનાશક રીતે જોવા મળશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત-પાકિસ્તાન T20 મેચઃ નાણાકીય પરિણામો સાથે અબજો ડોલરની રમત | Achira News