Achira News Logo
Achira News

ભારતઃ મોંઘવારી ભથ્થું 60 ટકાને પાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ભથ્થામાં વધારો

Akila News
ભારતઃ મોંઘવારી ભથ્થું 60 ટકાને પાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ભથ્થામાં વધારો
Full News
Share:

નવી દિલ્હી:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે માર્ચ મહિનો આર્થિક રીતે શાનદાર રહેવાનો છે. શ્રમ બ્યુરો દ્વારા ડિસેમ્બર 2025ના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW) ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ મોંઘવારી ભથ્થું (DA) હવે 60% (ચોક્કસ કહીએ તો 60.35%) ના સ્તરને વટાવી ગયું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં જ વધારો કરે છે, તેથી હવે 60% DA મળવું નિશ્ચિત માનવામાં આવે છે.જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર ₹50,000 હોય, તો અત્યાર સુધી તેમને 58% ના દરે ₹29,000 ભથ્થું મળતું હતું. હવે 60% મુજબ આ રકમ વધીને ₹30,000 થઈ જશે. એટલે કે દર મહિને સીધો ₹1,000નો વધારો થશે. તેવી જ રીતે પેન્શનરોને પણ દર મહિને ₹600 થી ₹700 નો ફાયદો થવાની ધારણા છે.7મા પગાર પંચ હેઠળ 60% DA એ એક મોટો આંકડો છે. અગાઉ જ્યારે DA 50% એ પહોંચ્યું હતું ત્યારે HRA માળખામાં ફેરફાર થયો હતો. હવે 60% ના સ્તર બાદ સરકારી વર્તુળોમાં 8માં પગાર પંચની ચર્ચાઓ વધુ તેજ બનશે. કર્મચારી સંગઠનો આ સ્તરને પગાર પુનઃનિર્માણ માટે એક મજબૂત આધાર માની રહ્યા છે.સરકારી પ્રક્રિયા મુજબ, ડિસેમ્બરના આંકડા આવ્યા બાદ માર્ચ મહિનામાં કેબિનેટની બેઠકમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જોકે, આ વધારો 1 જાન્યુઆરી, 2026 થી જ અમલમાં ગણાશે. એટલે કે જ્યારે માર્ચનો પગાર આવશે ત્યારે કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાનું બાકી નીકળતું તફાવતનું નાણું (Arrears) પણ સાથે મળશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતઃ મોંઘવારી ભથ્થું 60 ટકાને પાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ભથ્થામાં વધારો | Achira News