નવી દિલ્હી:ભારત હવે વિશ્વના નકશા પર માત્ર રસ્તાઓ બનાવવાની ઝડપમાં જ નહીં,પરંતુ નવી ટેકનોલોજીના ઉપયોગમાં પણ અગ્રેસર બન્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે,ભારત રોડ બાંધકામમાં'બાયો-બિટ્યુમેન' (Bio-Bitumen)નું વ્યાપારી સ્તરે ઉત્પાદન કરનાર દુનિયાનો સૌથી પહેલો દેશ બની ગયો છે. અત્યાર સુધી રસ્તા બનાવવા માટે વપરાતો ડામર (બિટ્યુમેન) કાચા તેલમાંથી મેળવવામાં આવતો હતો,પરંતુ હવે ભારતે પર્યાવરણને અનુકૂળ વિકલ્પ શોધી કાઢ્યો છે. નવી દિલ્હીમાં આયોજિતCSIRટેકનોલોજી ટ્રાન્સફર સમારોહમાં શ્રી ગડકરીએ આ સિદ્ધિને'વિકસિત ભારત ૨૦૪૭'તરફનું એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે,ખેતરોમાં પાકના અવશેષો (પરાળી) બાળવાને કારણે જે ભયંકર પ્રદૂષણ ફેલાય છે,આ ટેકનોલોજી તેને અટકાવવામાં પાયાની ભૂમિકા ભજવશે. હવે ખેડૂતોના નકામા ગણાતા અવશેષોનો ઉપયોગ દેશના હાઈવે બનાવવા માટેના'બાઈન્ડર'તરીકે થશે,જેનાથી પ્રદૂષણ ઘટશે અને દેશની આયાત પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે પણ ગૌરવ વ્યક્ત કરતા કહ્યું કે,ભારત હવે'સ્વચ્છ અને લીલા'ધોરીમાર્ગોના નવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે. આ પહેલ વડાપ્રધાનના'વેસ્ટ ટુ વેલ્થ' (કચરામાંથી સંપત્તિ) મિશનને સીધો ટેકો આપે છે. બાયો-બિટ્યુમેનનો ઉપયોગ માત્ર રસ્તાઓની મજબૂતી જ નહીં વધારે,પરંતુ તે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર લાંબા સમય સુધી ટકી રહેશે. આ સફળતાથી ભારત ગ્લોબલ સપ્લાય ચેઈનમાં રિન્યુએબલ રોડ મટીરિયલના ક્ષેત્રે લીડર બનીને ઉભરી આવશે.
ભારત માર્ગ નિર્માણમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ બાયો-બિટ્યુમેન ટેકનોલોજીમાં અગ્રેસર
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.