બાલાસોર: વર્ષ 2025 ના અંતિમ દિવસે જ્યારે આખી દુનિયા નવા વર્ષની ઉજવણીની તૈયારી કરી રહી હતી, ત્યારે ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આકાશમાં શક્તિનું નવું પ્રકરણ લખ્યું છે. ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી સ્વદેશી રીતે વિકસિત 'પ્રલય' મિસાઈલનું પરીક્ષણ કોઈ સામાન્ય કવાયત નહોતી, પરંતુ ભારતની વધતી આક્રમક રક્ષણાત્મક વ્યૂહરચનાનો પરચો હતો. સવારે 10:30 વાગ્યે એક જ મોબાઈલ લોન્ચર પરથી એક પછી એક બે મિસાઈલોનું 'સાલ્વો લોન્ચિંગ' કરવામાં આવ્યું, જેણે પળવારમાં નક્કી કરેલા લક્ષ્યોને ધૂળ ચાટતા કરી દીધા હતા. આ પરીક્ષણની સૌથી મોટી ખાસિયત એ રહી કે બંને મિસાઈલોએ 100% ચોકસાઈ સાથે મિશનના તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે 'પ્રલય' મિસાઈલ યુદ્ધભૂમિ પર 'ગેમ-ચેન્જર' સાબિત થશે, કારણ કે તે એક 'ક્વાસી-બેલિસ્ટિક' મિસાઈલ છે. પરંપરાગત મિસાઈલોના માર્ગની આગાહી રડાર દ્વારા સરળતાથી થઈ શકે છે, પરંતુ પ્રલય હવામાં જ પોતાનો રસ્તો બદલવાની અદભૂત ક્ષમતા ધરાવે છે, જેનાથી દુશ્મનની ડિફેન્સ સિસ્ટમ માટે તેને અટકાવવી લગભગ અશક્ય બની જાય છે. વધુમાં, આ મિસાઈલ સોલિડ પ્રોપેલન્ટ (ઘન ઈંધણ) પર ચાલતી હોવાથી તેને કોઈપણ સમયે ત્વરિત લોન્ચ કરી શકાય છે. જ્યારે બે મિસાઈલ એકસાથે છોડવામાં આવે છે, ત્યારે દુશ્મન માટે તે 'બેવડો ફટકો' બની જાય છે, જે બંકરો અને એરબેઝને સેકન્ડોમાં રાખ કરી શકે છે. આ સફળ પરીક્ષણ બાદ હવે 'પ્રલય' ભારતીય સેના અને વાયુસેનાના કાફલામાં સામેલ થવા માટે સજ્જ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપતા જણાવ્યું કે આ સફળતા ભારતની આત્મનિર્ભરતા અને સરહદી સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. ચીન અને પાકિસ્તાન જેવી સરહદો પર વધતા તણાવ વચ્ચે, 31 ડિસેમ્બર 2025નો આ પ્રહાર સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત હવે માત્ર રક્ષણાત્મક જ નહીં, પણ જરૂર પડ્યે ઘાતક વળતો હુમલો કરવા માટે પણ સંપૂર્ણ સજ્જ છે. હૈદરાબાદની પ્રયોગશાળાઓ અને ખાનગી ક્ષેત્રના સહયોગથી બનેલી આ મિસાઈલ ભારતની સાર્વભૌમત્વનું નવું કવચ બનશે.
ભારતે યુદ્ધભૂમિ પર'પ્રાલે'મિસાઈલનું પરીક્ષણ કર્યુંઃ એક ગેમ-ચેન્જર
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.