નવી દિલ્હી :નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬માં ભારતને વિશ્વના નકશા પર 'હેલ્થ અને કલ્ચરલ ડેસ્ટિનેશન' તરીકે સ્થાપિત કરવા માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો છે. ભારતની ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓનો લાભ દુનિયાભરના લોકો લઈ શકે તે માટે દેશમાં ૫ વિશાળ 'રિજનલ મેડિકલ ટૂરિઝમ હબ' સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. આ કેન્દ્રો દ્વારા વિદેશી દર્દીઓને આધુનિક સારવાર અને સુવિધાઓ એક જ છત નીચે મળશે, જેનાથી દેશના વિદેશી હૂંડિયામણમાં જંગી વધારો થશે. સાથે જ, ₹૧૦,૦૦૦ કરોડની 'બાયોફાર્મા શક્તિ' યોજના દવાઓના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવશે. પૂર્વોત્તર ભારત (North East) ના વિકાસ માટે 'પૂર્વોદય સ્કીમ' હેઠળ એક ભવ્ય સાંસ્કૃતિક પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, અસમ, સિક્કિમ, મિઝોરમ અને ત્રિપુરામાં અત્યાધુનિક 'બૌદ્ધ સર્કિટ'નું નિર્માણ કરવામાં આવશે. આ સર્કિટ માત્ર બૌદ્ધ ધર્મના અનુયાયીઓને જ નહીં, પણ વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષશે. આ સાથે જ આ દુર્ગમ વિસ્તારોમાં પ્રવાસીઓ અને સ્થાનિકોની સુરક્ષા માટે હાઈ-ટેક ઈમરજન્સી અને ટ્રોમા કેર સેન્ટર્સનું જાળ બિછાવવામાં આવશે, જે પર્યટન ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થશે. અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકારે રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ માટે તિજોરી ખોલી દીધી છે. ૧૬મા નાણા પંચની ભલામણોનો સ્વીકાર કરીને ગ્રામીણ અને શહેરી નિકાયોના વિકાસ માટે ₹૧.૪ લાખ કરોડની તોતિંગ જોગવાઈ કરવામાં આવી છે. આ ભંડોળથી ગામડાઓ અને શહેરોમાં પાયાની સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થામાં મોટો સુધારો જોવા મળશે. સરકારનું લક્ષ્ય ૨૦૩૧ સુધીમાં દેશના દેવાને અર્થતંત્રના ૫૦% ની આસપાસ સીમિત રાખવાનું છે, જે આર્થિક શિસ્તની દિશામાં એક મોટું ડગલું છે. રાજકોષીય ખાધને જીડીપીના ૪.૫% થી નીચે રાખવાના મક્કમ નિર્ધાર સાથે સરકાર વિકાસ અને નાણાકીય સંતુલન જાળવી રહી છે. પ્રવાસન સ્થળો પર આધુનિક કનેક્ટિવિટી અને સ્વાસ્થ્ય સુવિધાઓ વધતા સ્થાનિક સ્તરે લાખો રોજગારીની તકો ઊભી થશે. પૂર્વોત્તર ભારત હવે પછાત રહેવાને બદલે દેશના વિકાસનું 'ગેટવે' બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ બજેટ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક વારસાને આધુનિક અર્થતંત્ર સાથે જોડનારો મજબૂત સેતુ સાબિત થશે.
ભારતે વૈશ્વિક આરોગ્ય અને સાંસ્કૃતિક સ્થળ બનવા માટે માસ્ટર પ્લાન રજૂ કર્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.