Achira News Logo
Achira News

ભારત સરકારે 2026-27 માટે ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Western Times
ભારત સરકારે 2026-27 માટે ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું
Full News
Share:

નવી દિલ્હી,કેન્દ્ર સરકારે ૨૦૨૬-૨૭નું ૫૩.૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ અગાઉના વર્ષની તુલનાએ ૫.૫ ટકા વધારે છે. ૨૦૨૫-૨૬માં બજેટ ૫૦ લાખ કરોડ રૂપિયા હતું. સરકારે આટલું મોટું બજેટ તો રજૂ કર્યું, પરંતુ તેની સામે તેના હાથમાં ચોખ્ખી આવક તો ૩૫ લાખ કરોડ રૂપિયા જ છે. આ રકમ તે ક્યાંથી લાવશે તે સવાલ થાય છે. સરકાર આના માટે લોન લેશે.સરકારે ગયા વર્ષે ૧૫.૫૮ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. ૨૦૩૦ સુધીમાં દેવુ ઘટાડીને જીડીપીના ૫૦ ટકા સુધી લવાશે. સરકારને ૨૦૨૬-૨૭માં ૪૪ લાખ કરોડથી પણ વધુ રકમની આવકની આશા છે. તેમા ૧૫.૨૬ લાખ કરોડ રૂપિયાનો ટેક્સ રાજ્યોને આપવામાં આવશે. આમ સરકારની કુલ કર આવક ૨૮.૬૬ લાખ કરોડ રૂપિયા થશે. આ સિવાય સરકારને ૬.૬૬ લાખ કરોડ રૂપિયાની નોન-ટેક્સ આવક પણ મળશે. આ હિસાબે સરકારની કુલ આવક ૩૫.૩૩ લાખ કરોડ રૂપિયા થશે.વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છેઆમ રાજ્યોનો હિસ્સો વહેંચ્યા પછી કેન્દ્ર સરકારની પાસે ૨૦૨૬-૨૪ માટે ૩૫.૩૩ લાખ કરોડ રૂપિયા બચશે. તેમા કેન્દ્ર સરકાર ૧૪.૬૬ લાખ કરોડ રૂપિયા તો ઇન્કમ ટેક્સના મળશે. આ ઉપરાંત ૧૦.૧૯ લાખ કરોડ રૂપિયા જીએસટીના મળવાની આશા છે. બાકીની આવક કોર્પાેરેશન ટેક્સ, કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાંથી સરકારને થશે. અહીં સવાલ એ થાય કે ૩૫.૩૩ લાખ કરોડ રૂપિયાની આવક સામે સરકાર ૫૩.૫ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કેવી રીતે કરશે. તેનો જવાબ છે સરકાર આ માટે બજારમાંથી રૂપિયા ઉઠાવશે, એટલે કે ઉધાર લેશે. વિશ્વના દરેક દેશની સરકાર ઋણ લે છે.બજેટ મુજબ કેન્દ્ર સરકારની એક રૂપિયાની કમાણીમાં ૨૪ પૈસા તો ઉધારના જ હશે. બજેટ દસ્તાવેજ મુજબ જોઈએ તો ૨૦૨૬-૨૭માં કેન્દ્ર સરકાર લગભગ ૧૭ લાખ કરોડનું ઋણ લેશે. સરકાર અહીં સરકારી સંસ્થાઓ પાસેથી લોન લેશે અને ૧૫ હજાર કરોડ રૂયિયાનું ધિરાણ વિદેશમાંથી પણ લેવાશે. સરકારે ગયા વર્ષે ૧૫.૫૮ લાખ કરોડ રૂપિયાની લોન લીધી હતી. બજેટ ભાષણમાં નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર દેવુ ઘટાડવા પ્રયત્નશીલ છે. ૨૦૩૦ સુધી દેવુ જીડીપીના ૫૦ ટકા કરવાનો અંદાજ છે. હાલમાં દેવુ જીડીપીના ૫૯.૧ ટકા છે. ૨૦૨૬-૨૭માં તેને ઘટાડીને ૫૫.૬ ટકા કરવામાં આવશે.SS1MS

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત સરકારે 2026-27 માટે ₹53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું | Achira News