Achira News Logo
Achira News

ભારત સરકારે એરલાઇન્સને પસંદગીના બુકિંગ માટે 60 ટકા બેઠકો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો

Akila News
ભારત સરકારે એરલાઇન્સને પસંદગીના બુકિંગ માટે 60 ટકા બેઠકો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો
Full News
Share:

નવી દિલ્‍હી, તા.૨૧: ભારતીય આકાશમાં અત્‍યારે વિમાનોની સાથે વિવાદો પણ ઉડી રહ્યા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મુસાફરોને મોટી રાહત આપતા એરલાઇન્‍સને આદેશ આપ્‍યો છે કે દરેક ફ્‌લાઇટમાં ઓછામાં ઓછી ૬૦% બેઠકો પસંદગી માટે મફત રાખવી પડશે. હાલમાં મુસાફરોએ પોતાની મનપસંદ સીટ મેળવવા માટે રૂ.૨૦૦ થી લઈને રૂ.૨,૧૦૦ સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. સરકારના આ ૬૦% ફ્રી ફોર્મ્‍યુલાથી સામાન્‍ય પ્રવાસીઓ ખુશ છે, પરંતુ એર ઇન્‍ડિયા, ઇન્‍ડિગો અને સ્‍પાઇસજેટ જેવી દિગ્‍ગજ કંપનીઓએ આ નિર્ણય સામે બળવો પોકાર્યો છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી એરલાઇન્‍સના બિઝનેસ મોડલને મોટું નુકસાન થશે. ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એરલાઇન્‍સ એ સરકારને આકરા શબ્‍દોમાં ચેતવણી આપી છે કે સીટ સિલેક્‍શન ફી તેમની આવકનો મોટોસ્ત્રોત છે. એરલાઇન્‍સના મતે, ઇંધણના વધતા ભાવ અને મેન્‍ટેનન્‍સના ખર્ચ વચ્‍ચે આ વધારાની ફી તેમને ટકી રહેવામાં મદદ કરે છે. જો ૬૦% સીટો મફત કરી દેવામાં આવશે, તો કંપનીઓ આ નુકસાનની ભરપાઈ કરવા માટે બેઝ ફેર એટલે કે ટિકિટના મૂળ ભાવમાં જ વધારો કરી દેશે. આનો અર્થ એ થયો કે જે મુસાફરો મફત સીટ લેશે, તેમણે પણ આડકતરી રીતે મોંઘી ટિકિટના રૂપમાં વધુ પૈસા ચૂકવવા પડશે. આમ, સરકારની રાહત મુસાફરો માટે આશીર્વાદને બદલે બોજ બની શકે તેવી સ્‍થિતિ સર્જાઈ છે. મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે આંતરરાષ્‍ટ્રીય બજારમાં એર ટર્બાઇન ફયુઅલના ભાવ સતત વધી રહ્યા છે, જેનાથી એરલાઇન્‍સ પહેલેથી જ દબાણમાં છે. આવી સ્‍થિતિમાંDGCAનો આ નવો નિર્દેશ એરલાઇન્‍સ માટે બળતામાં ઘી સમાન સાબિત થયો છે. એરલાઇન્‍સની માંગ છે કે આટલો મોટો નિર્ણય લેતા પહેલા તમામ હિસ્‍સેદારો સાથે ગંભીર ચર્ચા થવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે સરકાર મુસાફરોના હિતમાં અડીખમ રહે છે કે પછી એરલાઇન્‍સના દબાણ સામે ઝૂકીને આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત સરકારે એરલાઇન્સને પસંદગીના બુકિંગ માટે 60 ટકા બેઠકો ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો | Achira News