Achira News Logo
Achira News

ભારત સંવેદનશીલ'ચિકન નેક'પ્રદેશમાં ભૂગર્ભ રેલવે ટનલ બનાવશે

Akila News
ભારત સંવેદનશીલ'ચિકન નેક'પ્રદેશમાં ભૂગર્ભ રેલવે ટનલ બનાવશે
Full News
Share:

નવી દિલ્હી/સિલિગુડી: ભારતના પૂર્વોત્તર રાજ્યો (સેવન સિસ્ટર્સ) ને બાકીના દેશ સાથે જોડતા અત્યંત સંવેદનશીલ વિસ્તાર 'ચિકન નેક'ની સુરક્ષા માટે મોદી સરકારે એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. ચીન અને અન્ય પડોશી દેશોની નજર જે સાંકડા પટ્ટા પર છે, ત્યાં હવે સરકાર 40 કિલોમીટર લાંબી ભૂગર્ભ રેલ્વે ટનલ બનાવશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરતા જણાવ્યું કે, આ ટનલ માત્ર જોડાણ જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે 'સ્ટીલની ઢાલ' સમાન સાબિત થશે.પશ્ચિમ બંગાળના સિલિગુડી પાસે આવેલો આ કોરિડોર માત્ર 20 થી 22 કિલોમીટર જ પહોળો છે. જો કોઈ દુશ્મન દેશ આ સાંકડા પટ્ટા પર હુમલો કરે અથવા તોડફોડ કરે, તો ભારતનો સંપર્ક અરુણાચલ પ્રદેશ, આસામ અને સિક્કિમ સહિતના 8 રાજ્યોથી કપાઈ શકે છે. ચીન દ્વારા આ વિસ્તારમાં વધતી હિલચાલ અને બાંગ્લાદેશના કેટલાક કટ્ટરપંથી જૂથોની ધમકીઓને ધ્યાનમાં રાખીને, આ કોરિડોરને સુરક્ષિત કરવો ભારત માટે અનિવાર્ય બન્યો છે.પ્રોજેક્ટની ખાસિયતો:જમીનની નીચે ટ્રેક હોવાને કારણે હવાઈ હુમલા કે સરહદ પારથી થતી તોડફોડની અસર રેલ્વે વ્યવહાર પર નહીં પડે.હાલના ટ્રેકને ચાર લેનમાં રૂપાંતરિત કરવામાં આવશે જેથી યુદ્ધ જેવી સ્થિતિમાં ઝડપથી સૈન્ય સરંજામ પહોંચાડી શકાય.ટિમાઇલ હાટ અને રંગપાની સ્ટેશનો વચ્ચે અંદાજે 22 કિલોમીટરની ખાસ ભૂગર્ભ ટનલ બનાવવાની યોજના છે.આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉત્તરપૂર્વ ભારતનું જોડાણ કાયમ માટે સુરક્ષિત થઈ જશે. આ ભૂગર્ભ ટ્રેક દુશ્મન દેશોની 'સિલિગુડી કોરિડોર બ્લોક' કરવાની યોજના પર પાણી ફેરવી દેશે. તિસ્તા નદી પ્રોજેક્ટ પર ચીનની વધતી સક્રિયતા વચ્ચે ભારતનો આ જવાબ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારત સંવેદનશીલ'ચિકન નેક'પ્રદેશમાં ભૂગર્ભ રેલવે ટનલ બનાવશે | Achira News