ચાંદીપુર : ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ આજે મંગળવાર, ૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી છલાંગ લગાવી છે. ઓડિશાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી 'સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રામજેટ' (SFDR) ટેકનોલોજીનું સફળ ઉડાન પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય પરીક્ષણ નથી, પરંતુ ભારતને તે અત્યાધુનિક દેશોની યાદીમાં સામેલ કરે છે જેઓ લાંબા અંતરની હવામાંથી હવામાં માર કરનારી (Air-to-Air) મિસાઇલો બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ ટેકનોલોજીના સફળ પ્રદર્શનથી હવે ભારતીય વાયુસેનાના તેવર વધુ આકરા થશે અને દુશ્મન દેશો માટે ભારતીય સરહદમાં ઘૂસવું અશક્ય બનશે. આ પરીક્ષણ દરમિયાન SFDR એન્જિનના તમામ ભાગો જેવા કે નોઝલલેસ બૂસ્ટર અને ફ્યુઅલ ફ્લો કંટ્રોલરે અપેક્ષા મુજબની કામગીરી કરી હતી. ગ્રાઉન્ડ બૂસ્ટર દ્વારા મિસાઇલને જરૂરી સ્પીડ (મેક નંબર) પર પહોંચાડ્યા બાદ રામજેટ એન્જિને હવામાંથી ઓક્સિજન લઈને મિસાઇલને સુપરસોનિક ઝડપે આગળ ધપાવી હતી. બંગાળની ખાડીમાં તૈનાત વિવિધ રડાર અને ટ્રેકિંગ સિસ્ટમ્સ દ્વારા આ ડેટા મેળવવામાં આવ્યો છે, જે પુષ્ટિ કરે છે કે ભારતે આ જટિલ ટેકનોલોજી પર પકડ મજબૂત કરી લીધી છે. આ ટેકનોલોજીની ખાસિયત એ છે કે તે મિસાઇલને હળવી બનાવે છે અને તેને વધુ અંતર સુધી પ્રહાર કરવાની શક્તિ આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ઐતિહાસિક ક્ષણ પર DRDOના વૈજ્ઞાનિકો અને ભારતીય ઉદ્યોગ જગતને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું કે આ સફળતા મિસાઇલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતને વ્યૂહાત્મક રીતે અજેય બનાવશે. DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે પણ આ મિશનમાં જોડાયેલી તમામ ટીમોની પ્રશંસા કરી હતી. આગામી સમયમાં આ ટેકનોલોજીનો ઉપયોગ 'અસ્ત્ર' જેવી લાંબા અંતરની મિસાઇલોમાં કરવામાં આવશે, જે ૩૦૦ થી ૩૫૦ કિલોમીટર દૂર રહેલા દુશ્મન વિમાનને પણ ક્ષણવારમાં તોડી પાડવાની ક્ષમતા ધરાવશે.
ભારતે હવાથી હવામાં પ્રહાર કરતી અદ્યતન મિસાઈલો માટે સોલિડ ફ્યુઅલ ડક્ટેડ રેમજેટ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ કર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.