નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27ના બજેટમાં દેશના શૈક્ષણિક અને વ્યવસાયિક માળખાને આધુનિક બનાવવાની દિશામાં અનેક ક્રાંતિકારી જાહેરાતો કરી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી, મહિલા સશક્તિકરણ અને નાના ઉદ્યોગોને એકસાથે મજબૂત કરવાનો છે. ભારતીય ડિઝાઇન ઉદ્યોગમાં કુશળ વ્યાવસાયિકોની વધતી જતી માંગને પહોંચી વળવા માટે, સરકારે પૂર્વી ભારતમાં નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) સ્થાપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, રાજ્યોને પાંચ નવી યુનિવર્સિટીઓ સ્થાપવામાં કેન્દ્ર સરકાર આર્થિક અને તકનીકી સહાય પૂરી પાડશે. ઉચ્ચ શિક્ષણમાં ખાસ કરીને STEM સંસ્થાઓના વિકાસ પર ભાર મુકાયો છે.
ભારતનું 2026-27 બજેટઃ શિક્ષણ અને સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.