Achira News Logo
Achira News

ભારતના CSMCRIએ સામગ્રી સંશોધન માટે અદ્યતન FE-TEM સુવિધાનું અનાવરણ કર્યું

Divya Bhaskar
ભારતના CSMCRIએ સામગ્રી સંશોધન માટે અદ્યતન FE-TEM સુવિધાનું અનાવરણ કર્યું
Full News
Share:

ભાવનગર સ્થિત સીએસઆઇઆર કેન્દ્રીય પ્રયોગશાળા, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI) ખાતે હાઇ-એન્ડ ફિલ્ડ એમિશન-ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ (FE-TEM) સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન કરતા, ડિરેક્ટર ડૉ. FE-TEM એક અત્યાધુનિક વિશ્લેષણાત્મક સુવિધા છે જે નેનો ટેકનોલોજી,મટિરિયલ સાયન્સ, મેમ્બ્રેન સાયન્સ, ઉર્જા અને જૈવિક વિજ્ઞાનમાં વિવિધ એપ્લિકેશનો માટે નવી વિકસિત સામગ્રીની રચના અને ગુણધર્મોનો અભ્યાસ કરવા માટે મીટરના એક અબજમાં ભાગમાં અલ્ટ્રા-હાઇ-રિઝોલ્યુશન ઇમેજિંંગ ક્ષમતાઓ પ્રદાન કરશે. FE-TEMની એલિમેન્ટલ વિશ્લેષણ ક્ષમતાઓ સામગ્રીની સપાટીની એલિમેન્ટલ રચના વિશેની માહિતી પ્રદાન કરવામાં આવશે. આ સાધન મટિરિયલ સાયન્સ તેમજ જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પ્રસંગે વિભાગના વડા ડૉ. ડી. એન. શ્રીવાસ્તવ, ડૉ. બી. ગાંગુલી, ડૉ. શોભિત સિંહ ચૌહાણ, ડૉ. ગોપાલ રામ ભાદુ, પ્રશાસન નિયંત્રક વિરાંચી સારંગ અને અન્ય લોકો હાજર રહ્યા હતા. આ સુવિધા ઉચ્ચ-પ્રભાવિત સંશોધનને ટેકો આપશેનવી વિકસિત સામગ્રીને સમજવા માટે અદ્યતન વિશ્લેષણાત્મક તકનીકો મહત્વપૂર્ણ છે, જે ઉભરતા પડકારોને અસરકારક રીતે સંબોધવા માટે નવી અને ઉભરતી તકનીકોના વિકાસને સક્ષમ બનાવે છે. આ સુવિધા ઉચ્ચ-પ્રભાવિત સંશોધનને ટેકો આપશે અને શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો અને સંશોધન સંગઠનો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપશે, સુવિધાને વિશ્વ-સ્તરીય વૈજ્ઞાનિક સંશોધન માટે એક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના CSMCRIએ સામગ્રી સંશોધન માટે અદ્યતન FE-TEM સુવિધાનું અનાવરણ કર્યું | Achira News