Achira News Logo
Achira News

ભારતની અર્થવ્યવસ્થા જોખમમાંઃ તેલની વધતી કિંમતો અને વેપાર ખાધ ચિંતાનો વિષય

Akila News
ભારતની અર્થવ્યવસ્થા જોખમમાંઃ તેલની વધતી કિંમતો અને વેપાર ખાધ ચિંતાનો વિષય
Full News
Share:

આર્થિક નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થઈ રહેલો વધારો ભારતની વેપાર ખાધને ભયજનક સપાટીએ લઈ જઈ શકે છે. જ્યારે પણ વૈશ્વિક બજારમાં તેલ મોંઘું થાય છે, ત્યારે ભારતનું આયાત બિલ અબજો ડોલર વધી જાય છે, જેના પરિણામે ડોલર સામે ભારતીય રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. રૂપિયાના નબળા પડવાથી વિદેશથી મંગાવવામાં આવતી દરેક વસ્તુ મોંઘી બને છે, જે અંતે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર ભાર વધારે છે. શેરબજારમાં પણ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવી રહેલી મોટાપાયે વેચવાલીએ રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા કરી દીધા છે, જે આ યુદ્ધની આર્થિક ગંભીરતા દર્શાવે છે. સૌથી મોટો ખતરો ફુગાવા એટલે કે મોંઘવારીનો છે, જે આગામી મહિનાઓમાં સામાન્ય માણસની કમર તોડી શકે છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થશે, જે શાકભાજીથી લઈને જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરશે. આરબીઆઈ (RBI) માટે પણ વ્યાજ દરોમાં ઘટાડો કરવો હવે મુશ્કેલ બનશે, કારણ કે વધતો ફુગાવો અર્થતંત્રને અસ્થિર કરી રહ્યો છે. ભારત સરકાર અત્યારે રશિયા જેવા વૈકલ્પિક સ્ત્રોતો પાસેથી તેલ મેળવવા મથામણ કરી રહી છે, પરંતુ જો પશ્ચિમ એશિયાનો આ દાવાનળ જલ્દી શાંત નહીં થાય, તો ભારતે એક લાંબા આર્થિક સંઘર્ષ માટે તૈયાર રહેવું પડશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતની અર્થવ્યવસ્થા જોખમમાંઃ તેલની વધતી કિંમતો અને વેપાર ખાધ ચિંતાનો વિષય | Achira News