બેંગલુરુ:ભારતના સ્પેસ સેક્ટરમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. બેંગલુરુ સ્થિત ખાનગી સ્પેસ સ્ટાર્ટઅપ‘ગેલેક્સી આઈ સ્પેસ’ (GalaxEye)દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક સેટેલાઇટ‘દ્રષ્ટિ’ (Drishti)નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સેટેલાઇટ દુનિયાનો પ્રથમ‘ઓપ્ટોસાર’ (OptoSAR)સેટેલાઇટ છે,જે ટેકનોલોજીની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ અને ભારતની કોઈ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો સેટેલાઇટ છે. શું છે‘ઓપ્ટોસાર’ટેકનોલોજી? સામાન્ય રીતે સેટેલાઇટમાં બે પ્રકારની ટેકનોલોજી હોય છે: ઓપ્ટિકલ કેમેરા અને રડાર. ઓપ્ટિકલ કેમેરા સ્પષ્ટ તસવીરો આપે છે પણ રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં કામ કરી શકતા નથી. જ્યારે રડાર ટેકનોલોજી અંધારામાં જોઈ શકે છે પણ તેની તસવીરો ઓછી સ્પષ્ટ હોય છે.‘મિશન દ્રષ્ટિ’ની ખાસિયત એ છે કે તેમાં આ બંને ટેકનોલોજીનું મિશ્રણ એટલે કે‘OptoSAR’નો ઉપયોગ થયો છે. જેના કારણે તે ગમે તેવા ખરાબ વાતાવરણ,વરસાદ કે ઘનઘોર અંધારામાં પણ પૃથ્વીની અત્યંત સ્પષ્ટ અને રંગીન તસવીરો લેવામાં સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવા સાહસિકોને બિરદાવ્યા
ભારતના અવકાશ ક્ષેત્રે વિશ્વના પ્રથમ ઓપ્ટોસાર ઉપગ્રહના પ્રક્ષેપણ સાથે પ્રથમ ક્રમ મેળવ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.