નવી દિલ્હી,તા.02:નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે વર્ષ2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે,જે આર્થિક સ્થિરતા અને સુધારા વચ્ચેનું સંતુલન જાળવવાનો પ્રયાસ હોવાનું જણાય છે. આ બજેટમાં મધ્યમ વર્ગના કરદાતાઓ,શેરબજારના રોકાણકારો અને સામાન્ય ગ્રાહકો માટે કેટલીક રાહતો સાથે કેટલાક આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ચાલો જોઈએ કોના માટે બજેટ'ખુશખબર'લાવ્યું છે અને કોના માટે'પીડા'. કરદાતાઓ અને ગ્રાહકો માટે શું બદલાયું? કરદાતાઓ માટે સૌથી મોટી રાહતITRસુધારવા (Revised Return)ના સમયમાં કરવામાં આવી છે. હવે નજીવી ફી સાથે31ડિસેમ્બરના બદલે31માર્ચસુધી રિટર્ન સુધારી શકાશે. વિદેશ પ્રવાસ કે વિદેશી શિક્ષણ માટે મોકલાતા નાણાં પરનોTCSદર5%થી ઘટાડીને2%કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે'જીવનરક્ષક'રાહત આપતા સરકારે કેન્સરની17દવાઓ અને અન્ય દુર્લભ રોગોની સારવાર પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી છે. જોકે,પુખ્ત વયના લોકો માટેના ડાયપર,વીડિયો ગેમ્સ અને શૈક્ષણિક સીડી-રોમ જેવી વસ્તુઓ પર ટેક્સ વધતા તે મોંઘી થશે.
ભારતનું કેન્દ્રીય બજેટ 2026-27: સ્થિરતા અને સુધારાઓનું સંતુલન
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.