Achira News Logo
Achira News

ભારતના જુનાગઢમાં ભારે કમોસમી વરસાદથી પાકને ખતરો

Akila News
ભારતના જુનાગઢમાં ભારે કમોસમી વરસાદથી પાકને ખતરો
Full News
Share:

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૦: જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં અડધાથી દોઢ ઈંચ કમોસમી વરસાદ થતા કેરી સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે આજે એકંદરે સામાન્‍ય વાતાવરણ રહ્યું છે. ગુરુવારે વાતાવરણમાં આવેલા ઓચિતા પલટાએ લોકોને આヘર્યમાં મૂકી દીધા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્‍ચે અચાનક આકાશમાંથી આફત રૂપી માવઠું વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ખેતી પાકોને વ્‍યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જૂનાગઢ શહેરમાં સત્તાવાર રીતે માત્ર ૭ મીમી વરસાદ નોંધાયો હતો, પરંતુ ભારે પવન અને ગાજવીજ સાથેના માહોલે રસ્‍તાઓ પર પાણી વહેતા કરી દીધા હતા. ગુરુવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ભેસાણ પંથકમાં કરા સાથે એક કલાક સુધી ધોધમાર વરસાદ પડ્‍યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના જુનાગઢમાં ભારે કમોસમી વરસાદથી પાકને ખતરો | Achira News