Achira News Logo
Achira News

ભારતના નાણાં મંત્રીએ અભ્યાસ અને તબીબી હેતુઓ માટે વિદેશી રેમિટન્સ પર કરવેરામાં કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો

Akila News
ભારતના નાણાં મંત્રીએ અભ્યાસ અને તબીબી હેતુઓ માટે વિદેશી રેમિટન્સ પર કરવેરામાં કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો
Full News
Share:

નવી દિલ્‍હી,તા.૦૨: કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં વિદેશ ફરવાના શોખીનો, વિદેશ જવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓ અને દર્દીની સારવાર માટે વિદેશ મોકલાતા નાણાંને લઈને મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે ‘લિબરાઈજ્‍ડ રેમિટન્‍સ સ્‍કીમ' (LRS) હેઠળ અભ્‍યાસ અને મેડિકલ માટે વિદેશ મોકલાતા નાણાં (રેમિટન્‍સ) તેમજ વિદેશના ટુર પેકેજના વેચાણ પર સ્રોત પરનો ટેક્‍સ ઘટાડીને બે ટકા કરવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે. નાણાંમંત્રીએLRSહેઠળ એજ્‍યુકેશન અને મેડિકલ હેતુ હેઠળના‘ષોત પર એકત્રિત કરાયેલ ટેક્‍સ' (TCS) દરને પાંચ ટકાથી ઘટાડીને બે ટકા કરવાની જાહેરાત કરી છે. પ્રસ્‍તાવ મુજબ, શિક્ષણ અથવા દર્દીની સારવાર માટે ૧૦ લાખ રૂપિયાથી વધુ રકમ મોકલવા પર પાંચ ટકાના બદલે બે ટકાTCSલાગુ પડશે. હાલLRSયોજના હેઠળ ભારતમાં રહેતા સગીર સહિત તમામ નાગરિકો દર વર્ષે ૨,૫૦,૦૦૦ ડોલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે. અત્‍યાર સુધી આના પર પાંચ ટકાTCSદર લાગુ પડતો હતો, જોકે હવે તેમાં શિક્ષણ અને સારવાર સિવાય અન્‍ય માટે મોકલાતા નાણાં પર ૨૦ ટકા ટીસીએસ દર યથાવત્‌ રહેશે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ વિદેશમાં ફરવું પણ સસ્‍તુ થયું છે. નાણામંત્રીએ વિદેશ પ્રવાસ પેકેજના વેચાણ પરનો ટીસીએસ દર પાંચ અને ૨૦ ટકાથી ઘટાડીને સીધું જ બે ટકા કરવાનો પ્રસ્‍તાવ આપ્‍યો છે. વર્તમાનમાં ૧૦ લાખ રૂપિયા સુધીના વિદેશ પ્રવાસના પેકેજ પર પાંચ ટકા અને તેથી વધુના પેકેજ પર ૨૦ ટકા ટીસીએસ લાગુ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના નાણાં મંત્રીએ અભ્યાસ અને તબીબી હેતુઓ માટે વિદેશી રેમિટન્સ પર કરવેરામાં કાપ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો | Achira News