Achira News Logo
Achira News

ભારતના નાણાં મંત્રાલયે વિલંબિત ઓડિટ અહેવાલો માટે ફી રજૂ કરી

Akila News
ભારતના નાણાં મંત્રાલયે વિલંબિત ઓડિટ અહેવાલો માટે ફી રજૂ કરી
Full News
Share:

નવી દિલ્‍હી તા.૩: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં વિલંબ કરનારાઓને છેલ્‍લી તારીખ વીતિ ગયા પછી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરનારે રૂ. ૩૫૦૦૦ની હી ચૂકવવી પડશે. તેમાં બીજી સ્‍પષ્ટતા એ કરવામાં આવી છે. કે હવે આ પેનલ્‍ટી નહિ, પરંતુ ફી ગણવામાં આવશે. પેનલ્‍ટીને કાયદાકીય કોર્ટમાં પડકારી શકાતી હતી, તેથી પેનલ્‍ટી કર્યા પછી કોર્ટ કેસ થતાં હતા. તેને પડકારવામાં આવતી હતી, પરંતુ ફી સામે કોઈ જ કોર્ટમાં જવાની ગુંજાયશ નહિ. પહેલી એપ્રિલ ૨૦૨૬થી નવી જોગવાઈ લાગુ પડશે. ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની છેલ્‍લી તારીખ વીતિ ગયા પછી રૂ. ૭૫૦૦૦ની ફી ભરવી પડશે, પરંતુ, તેની ઉપર પણ એક મહિનો કે વધુ સમય થઈ જાય અને ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાં નહિ આવ્‍યો હોય તો તે કંપનીને કે પછી પ્રોફેશનલ્‍સે રૂ. ૧.૫ લાખની ફી ચૂકવવી પડશે., એમ આવકવેરાના કાયદાના જાણકારનું કહેવું છે. જૂની કાયદાકીય જોગવાઈ મુજબ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ ચૂકી જનારાઓ તરફથી આવકવેરા અધિકારી સમક્ષ કરવામાં આવતી રજૂઆતમાં યોગ્‍ય લાગે તો અધિકારી પોતે જ ડિલે કોન્‍ડોન કરી દેતા હતા. પરિણામે કંપનીઓને આ સમસ્‍યા નડતી નહોતી. તેથી વિલંબ પછીય પેનલ્‍ટી થતી નહોતી. પરંતુ આ વખતના બજેટમાં અધિકારી પાસેથી ૭૫૦૦૦ની ફી લાગી જશ. પહેલી પેનલ્‍ટી વેવ કરવાની સત્તા જ છીનવી લેવામાં આવત હતી. જૂની પ્રોવિઝનમાં કંપનીના કુલ ટર્નઓવરના અડધા ટકા કે પછી રૂ. ૧.૫ લાખ બેમાંથી જે ઓછું હોય તેટલી પેનલ્‍ટી કરવામાં આવતી હતી. પહેલી ફેબ્રુઆરી ૨૦૨૬ના રજૂ કરવામાં આવેલા બજેટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ૩૦મી સપ્‍ટેમ્‍બર સુધીમાં ઓડિટ રિપોર્ટ ફાઈલ ન થાય તો પહેલી ઓક્‍ટોબરે રૂ. ૭૫૦૦૦ની ફી લાગી જશે. પહેલી ઓક્‍ટોબર કે તે પછી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવા માટે પહેલા ફી પેટે રૂ. ૭૫૦૦૦ જમા કરાવવા ફરજિયાત છે. આ ફી જમા ન કરાવે તો તેવા સંજોગોમાં તેમના ઓડિટ રિપોર્ટ અપલોડ થઈ શકતા નથી. એક મહિનાથી વધુ થાય તો દોઢ લાખ ભરવાના તે પછી જ રિપોર્ટ ફાઇલ થઇ શકશે.(૩૮.૧૬) ઓડિટ રિપોર્ટ કોણે ફાઈલ કરવા પડે?

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના નાણાં મંત્રાલયે વિલંબિત ઓડિટ અહેવાલો માટે ફી રજૂ કરી | Achira News