રાજકોટ, તા.૨: કેન્દ્રીય નાણામંત્રીશ્રીમતી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ નું નવમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સર્વાંગી વિકાસ માની આવકારે છે. ભારતની અર્થવ્યવસ્થા મજબુત બની છે તેમજ વિકસીત ભારત ક્૨૦૪૭નો રોડમેપ તૈયાર કરાયેલ છે. પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા, માનદમંત્રીશ્રી નૌતમભાઈ બા રસીયા, સહમંત્રીશ્રી ઉતસવભાઈ દોશી, ટ્રેઝરરશ્રી વિનોદભાઈ વિનોદભાઈ કાછડીયા તથા તમામ કારોબારી સભ્યોએ આ બજેટને આવકારતા જણાવેલ કે, આ બજેટમાં તમામ વર્ગોનો સમાવેશ કરાયેલ છે. ખાસ કરીને રાજકોટ ચેમ્બરની જે માંગણી હતી કેMSMEએકમોને વધુમાં વધુ બુસ્ટ આપવું તે માંગણી મહદઅંશે સ્વીકા રેલ છે. આમMSMEભારતનું ગ્રોથ એન્જીન હોયMSMEને પ્રોત્સાહીત કરવા માટે આશરે ૧૦ હજાર કરોડ ફાળવવામાં આવેલ છે તે આવકારદાયક છે. જેનાથી રાજકોટ-સૌરાષ્ટ્રના પ્લ્પ્ચ્ એકમોનો વધુ વિકાસ થશે. વધુમાં સરકારશ્રીને કોઈપણ ખરીદી કરવાની થાય ત્યારે તે ડાયરેકટMSMEપાસેથી ખરીદી કરશે જેMSMEને બુસ્ટ આપવાનુંરૂ પગલુ ગણી શકાય. સાથો સાથ જામનગર ખાતેWHOના આયુર્વેદીક પરીક્ષણ કેન્દ્ર અપગ્રેડ કરાવાની જે જાહેરાત કરી છે તે સમગ્ર સૌરાષ્ટ્ર માટે આવકારદાયક છે. આ બજેટમાં શહેરી વિકાસ, ગ્રામીણ, અર્થવ્યવસ્થા, ઉદ્યોગો, આવાસ, ગરીબ, મહિલા, કિશાન, આરોગ્ય વિગેરે પર વધુ ફોકસ કરવામાં આવેલ છે. ખાસ કરીને અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવાનો પ્રયાસ કરાશે, વિકસીત ભારત તરફ મજબુત પગલા લેવામાં અગ્રેસર રહેશે, ઈન્ફસ્ટ્રક્ચર ડેવલોપ ઉપર વધુ ફોકસ, રોજગાર સર્જન,AIનો વધુ ઉપયોગ, યુવાઓ, મહિલાઓ, ખેડુતો, ગરીબોને વધુમાં વધુ લાભ મળે, નિકાસને વધુ વેગ આપવો અને કન્ટેઈનર નિર્માણ માટે ૧૦ હજાર કરોડ, ભારત દેશને બાય કાર્માનું હબ બનાવવા માટે આ સેંકટર માટે ૧૦ હજાર કરોડ, સૌથી માોટું ટેક્ષટાઈલ પાર્કનું નિર્માણ, તેમજ ટેક્ષટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના, મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજના, ટુરીઝમનો વધુ વિકાસ કરાશે અને નવા ટ્રેનીંગ સેન્ટર શરૂ કરાશે, માળખાકીય સુવિધા માટે ૧૨.૨ લાખ કરોડ, ઈલે કટ્રોકનીસ નિર્માણ માટે ૪૦ હજાર કરોડ, આત્મનિર્ભર ભારત ટોપ-અપ માટે બે હજાર કરોડ, દુલર્ભ ખનીજ કોરીડો માટે રાજ્યોને મદદ, સેમીકન્ડકટર ૨.૦ મીશનનું લોન્ચ, ૭હાઈસ્પીડ રેલ કોરીડોર, સોલા રથી જોડાયેલ વસ્તુઓ સસ્તી થશે, ત્રણ નવીAIMSનું નિર્માણ, વિદેશી યાત્રા સસ્તી કરાશે, જીલ્લાની હોસ્પીટલોને વધુ અપગ્રેડ કરાશે, કેન્સર-ડાયાબીટીસ સહિત ગંભીર રોગોની દવાઓ સસ્તી કરાશે, બેન્કીંગ સિસ્ટમ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના, નવો ઈન્કમટેક્ષ કાયદો સરળ કરીને ૧લી એપ્રિલથી ૨૦૨૬ લાગુ કરાશે,ITR-૧ અનેITR-૨ ૩૧ જુલાઈ સુધી ભરી શકશે. ટેકસમાં ગડબડી માટે સજા નહી માત્ર દંડ જેવી જોગવાઈઓ રજુ કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે
ભારતનું નવમું પૂર્ણ બજેટઃ અર્થતંત્રને વેગ આપવો અને એમએસએમઈ વિકાસને પ્રોત્સાહન આપવું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.