શિક્ષણ ક્ષેત્રે સરકારે દીકરીઓ માટે અત્યાર સુધીનો સૌથી મોટો અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશના પ્રત્યેક જિલ્લામાં એક અત્યાધુનિક 'ગર્લ્સ હોસ્ટેલ'નું નિર્માણ કરવામાં આવશે. આ યોજના ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોની તેજસ્વી દીકરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેઓ રહેવાની અને સુરક્ષાની ચિંતાને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જતી હતી. હવે દરેક જિલ્લામાં સુરક્ષિત અને સુવિધાજનક હોસ્ટેલ મળવાથી દીકરીઓના શિક્ષણનો માર્ગ મોકળો થશે. આરોગ્ય ક્ષેત્રમાં જામનગરના સેન્ટરની સાથે દેશમાં ત્રણ નવી 'આયુર્વેદ AIIMS' સ્થાપવાની પણ જાહેરાત કરાઈ છે, જે સાબિત કરે છે કે સરકાર હવે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિને આધુનિક મેડિકલ સાયન્સની હરોળમાં લાવવા કટિબદ્ધ છે. આ ઉપરાંત, ૧૦,૦૦૦ કરોડની 'બાયો-ફાર્મા શક્તિ' યોજના પણ જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગંભીર રોગો સામે લડવા માટે નવી દવાઓનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે, જેનાથી સામાન્ય જનતાને સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થશે. બજેટના અન્ય પાસાઓ પર નજર કરીએ તો, ૧૨.૨ લાખ કરોડના કેપેક્સ (Capex) અને નવા ફ્રેટ કોરિડોર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પવનવેગી બનાવવામાં આવશે. સેમિકન્ડક્ટર મિશન અને મોબાઈલ સ્પેરપાર્ટ્સ માટે ૪૦,૦૦૦ કરોડની ફાળવણીથી ભારત ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનશે. એકંદરે, આ બજેટમાં જામનગરને મળેલી વિશેષ ભેટ અને મહિલાઓ માટેની હોસ્ટેલની યોજનાએ સામાન્ય નાગરિકોમાં ખુશીની લહેર દોડાવી દીધી છે. જામનગર હવે આયુર્વેદના નકશા પર વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે.
ભારતનું બજેટ 2023: દીકરીઓનું સશક્તિકરણ, આરોગ્ય સંભાળ અને ટેકનોલોજીને આગળ વધારવી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.