Achira News Logo
Achira News

ભારતના મુખ્યમંત્રીએ પારદર્શિતા અને જવાબદારી સાથે ગ્રામ વિકાસની હાકલ કરી

Akila News
ભારતના મુખ્યમંત્રીએ પારદર્શિતા અને જવાબદારી સાથે ગ્રામ વિકાસની હાકલ કરી
Full News
Share:

અમદાવાદ તા.૩ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે 'ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રીશ્રીઓ શ્રી ઋષિકેશ ભાઈ પટેલ તથા કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના મુખ્યમંત્રીએ પારદર્શિતા અને જવાબદારી સાથે ગ્રામ વિકાસની હાકલ કરી | Achira News