(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ર૦: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ગરિમામય ઉપસ્થિતિમાં તેમના હસ્તે પોરબંદર જિલ્લાના ૪૧૩.૧૮ કરોડના વિકાસ કામોના ખાત મુહુર્ત અને લોકાપર્ણ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ જણાવેલ કે પોરબંદરનો સાંસ્કૃતિક વારસોને ધ્યાને લઇને જિલ્લાનો સર્વાગી વિકાસ કરવાનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ જણાવેલ કે મજબુત ફાઇનાન્સ મેનેજમેન્ટને લીધે વિકાસ કામો કરવા માટે સરકાર પાસે નાણાંની કોઇ કમી નથી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ રૂ. ૪૧૩.૮૧ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા ૪૬ જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે રૂ. ૩૨૦.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૭ કામોનું ઇ-ખાતમુહૂર્ત અને રૂ. ૯૩.૨૨ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૨૯ કામોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્યમથી શુભકામના પાઠવી‘વિરાસત ભી,વિકાસ ભી'ના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યો સમગ્ર રાજ્યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે તે શળંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે રૂ. ૨૯૧ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. સમગ્ર જિલ્લા માટે કુલ રૂ. ૪૧૪ કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતના મુખ્યમંત્રીએ પોરબંદર જિલ્લામાં ₹4 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.