નવી દિલ્હી તા.૫: ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના પરિણામો અનુસાર હાલમાં ભાજપ શાસિત ૨૧ રાજ્યોનો કુલ વિસ્તાર દેશના આશરે ૭૨% છે. વસ્તીની દ્રષ્ટિએ, ભાજપ હાલમાં ભારતની વસ્તીના ૭૬% પર શાસન કરે છે.હાલમાં ભાજપ શાસિત ૨૧ રાજ્યોમાં, સૌથી મોટું રાજસ્થાન છે, જેનો વિસ્તાર ૧૦.૪૦% છે. સૌથી નાનું પુડુચેરી છે, જેનો વિસ્તાર ૦.૦૧% છે.વધુમાં, વસ્તીની દ્રષ્ટિએ ભાજપ શાસિત સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જે દેશની વસ્તીના ૧૬.૫૦% છે. સૌથી નાનું પુડુચેરી છે, જેની વસ્તી ૦.૧૦% છે પાંચ રાજ્યોઃ પヘમિ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો સાથે, દેશના રાજકીય નકશા પર ભગવો રંગ વધુ ઘેરો બન્યો છે. ૨૦૧૪ માં જ્યારે પીએમ મોદી સત્તામાં આવ્યા, ત્યારે ભાજપ અને તેના સાથી પક્ષો ફક્ત સાત રાજ્યોમાં સત્તા પર હતા, પરંતુ આજે તેઓ ૨૧ રાજ્યોમાં પહોંચી ગયા છે. પヘમિ બંગાળમાં ભાજપની જબરદસ્ત જીતથી રાષ્ટ્રીય રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે. મત ગણતરી સાથે, એ સ્પષ્ટ છે કે પヘમિ બંગાળમાં સરકાર બદલાઈ ગઈ છે, પરંતુ ભારતની રાજકીય ભૂગોળ પણ ફરીથી આકાર પામી છે. ભાજપનો વિસ્તરણ હવે પૂર્વથી ઉત્તર અને પヘમિ સુધી વધુ વ્યાપક છે. આજે જાહેર થયેલા પヘમિ બંગાળ, કેરળ, તમિલનાડુ, પુડુચેરી અને આસામના પરિણામો સાથે, ભાજપ અને તેના સાથી પક્ષો હવે ૨૧ રાજ્યોમાં પહોંચી ગયા છે. આમાંના ઘણા રાજ્યોમાં, ભાજપ પોતાના દમ પર સત્તામાં છે, જ્યારે અન્યમાં, તે સાથી પક્ષો સાથે જોડાણ કરીને સરકાર ચલાવી રહી છે.
ભારતના રાજકીય નકશા પર ભાજપનો કેસરિયો રંગ ઊંડો પડી રહ્યો છે.
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.