ભુજ :આગામી સમયમાં જ્યારે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ વર્ષ 2030ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થાનિક સ્તરે ખેલપ્રતિભાઓની શોધ અને રમત-ગમતની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇંડિયા યુથ ગેમ્સ’ની શરૂઆત કરાઇ છે. તે જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ખેલપ્રતિભાઓના વિશિષ્ટ કૌશલ્યને વિકસાવવા અને ઉત્તેજન આપવા વિવિધ સ્તરે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ બંને આયોજનથી અનેક પ્રતિભાવાન ખેલાડીઓ દેશ અને રાજ્યને પ્રાપ્ત થયા છે. તેમજ આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આગામી સમયમાં જ્યારે ગુજરાતકોમનવેલ્થ ગેમ્સવર્ષ 2030ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે. નવી પેઢીને મોબાઇલના વળગણમાંથી બહાર કાઢી ગામના મેદાનો ગજવતા કરવાકચ્છકલેક્ટર આનંદ પટેલ સમગ્ર રાજ્યને પ્રેરણા આપે તેવો ઐતિહાસીક નિર્ણય લીધો છે. કચ્છના બાળકોને અનોખી ભેટ સમાન આ નિર્ણયમાં ગુજરાતમાં સૌ પ્રથમ મહેસુલી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાએ રમત-ગમતના મેદાનો નીમ કરવાની કામગીરી કરાઇ છે. જે હેઠળ કચ્છ જિલ્લાના તમામ 9 તાલુકામાં એકસાથે 105 રમત-ગમતના મેદાન નીમ કરાયા છે.
ભારતની રમતગમત પહેલ કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સજ્જ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.