Achira News Logo
Achira News

ભારતના સૂરતમાં કૂતરાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય દોડવીર પર હુમલો

Akila News
ભારતના સૂરતમાં કૂતરાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય દોડવીર પર હુમલો
Full News
Share:

સુરતના ડુમસ સી ફેસ સુધી મોર્નિંગ વોક કરતા આંતરરાષ્ટ્રીય રનર રાજીવ શેઠને કૂતરાએ હાથમાં બચકું ભરી લેતાં તેમણે સારવાર લેવી પડી હતી. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રાજીવ શેઠ (60) 14મીએ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં આયોજિત 90 કિમીની દોડની તૈયારી કરી રહ્યા હતા. 29મીએ સવારે 5 વાગ્યાથી 25 કિમી દોડનો ટાર્ગેટ રાખીને ડુમસ સી ફેસ સુધી દોડી રહ્યા હતા. પરત ફરતા લંગર પાસે 3 કૂતરાંએ પાછળથી હુમલો કરી હાથ પર બચકાં ભરી લીધાં હતાં. આ પૈકી એક કૂતરાને હડકવા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.શેઠે નજીકની મૈત્રી હોસ્પિટલ બાદ સિવિલમાં એન્ટિ રેબિઝ અને ઈમ્યુનલ સારવાર લીધી હતી. તેમને ડાબા હાથમાં પોંણો ઈંચ ઊંડો ઘા પડી ગયો હતો. શેઠે કહ્યું કે, 15 વર્ષથી રનિંગ કરે છે પણ આવી ઘટના બની નથી. અગાઉ 5 સ્થાનિકોને પણ બચકાં ભર્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતના સૂરતમાં કૂતરાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય દોડવીર પર હુમલો | Achira News