(ફઝલ ચોંહાણ દ્વારા) વઢવાણ, તા.૫: સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ ઉપર થોડા દિવસ અગાઉ રાત્રિ દરમિયાન જાહેર માર્ગ ઉપર બેદરકારી રીતે ભૂંડ ભરેલી કાર દોડાવી અને સ્થાનિક લોકોનું જીવન જોખમમાં મૂકવામાં આવ્યું હતું અને આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી ત્યારે આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને વગેરે પ્રકારની વિગતો મેળવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવતા શિખ ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સહિતના સ્ટાફ દ્વારા શીખ ગેંગના સભ્યોની અટકાયત કરી લેવામાં આવી છે અને કુલ પાંચ સભ્યોની અટકાયત કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભૂંડ પકડવા મુદ્દે જાહેરમાં બેફામ રીતે કાર દોડાવવામાં આવી રહી હતી અને મારામારી કરવામાં આવી હોય અને ઝઘડો કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ે શીખ ગેંગના સભ્યોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે જે વિસ્તારમાં તેઓ દ્વારા આંતક મચાવવામાં આવ્યું હતું તે વિસ્તારમાં લઈ જઈ રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે અને અન્ય કોઈપણ પ્રકારનું કળત્ય ન કરે તે અંગેનો કડક સંદેશ આપવામાં આવ્યો છે વારંવાર કાયદો અને વ્યવસ્થા કથળાવતી શીખ ગેંગ સામે વિરુદ્ધમાં વધુ એક વખત કડક પગલાં ભરવામાં આવ્યા છે.
ભારતમાં અવિચારી ડુક્કર પકડવાના આરોપમાં શીખ ગેંગના સભ્યોની અટકાયત
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.