રાજકોટ: આજના આધુનિક યુગમાં વધતું જતું વાયુ પ્રદૂષણ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ માનવ સ્વાસ્થ્ય માટે એક ગંભીર પડકાર બની રહ્યું છે. ખાસ કરીને અસ્થમા (દમ) ના દર્દીઓ માટે પ્રદૂષિત હવા જીવલેણ સાબિત થઈ રહી છે. 'ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા' ના તાજેતરના અહેવાલ મુજબ, વિશ્વમાં આશરે ૨૬ કરોડ લોકો આ બીમારીથી પીડાય છે, જેમાંથી એકલું ભારત ૩.૫ કરોડ દર્દીઓનું ઘર છે.ભારત માટે ચિંતાજનક આંકડાવૈશ્વિક સ્તરે અસ્થમાના કુલ કેસોમાં ભારતનો હિસ્સો ૧૨.૯ ટકા છે, પરંતુ આશ્ચર્યજનક અને ચિંતાજનક બાબત એ છે કે અસ્થમાને કારણે થતા કુલ મૃત્યુમાં ભારતની હિસ્સેદારી ૪૨.૪ ટકા છે. નિષ્ણાતો આ પાછળનું મુખ્ય કારણ બીમારીની મોડી ઓળખ અને નિયમિત સારવારનો અભાવ માની રહ્યા છે. પ્રદૂષિત હવામાં રહેલા રજકણો શ્વાસની નળીઓમાં સોજો લાવે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને છાતીમાં જકડન જેવી સમસ્યાઓ સર્જાય છે.ઇનહેલરની ઉપલબ્ધતા એક મોટો પડકારવિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના જણાવ્યા અનુસાર, અસ્થમા પર નિયંત્રણ મેળવવાનો સૌથી અસરકારક ઉપાય 'ઇનહેલર' છે. તે દવાને સીધી ફેફસાં સુધી પહોંચાડે છે. જોકે, ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઇનહેલરની પહોંચ હજુ પણ મર્યાદિત છે. આ વર્ષના વિશ્વ અસ્થમા દિવસની થીમ પણ આ વિષય પર જ છે: "દરેક અસ્થમાના દર્દી માટે ઇનહેલરની પહોંચ - એક તાતી જરૂરિયાત." જો દર્દીઓને સમયસર સ્ટેરોઇડ ઇનહેલર મળે, તો અકાળે થતા મૃત્યુને અટકાવી શકાય છે.બાળકોમાં વધતું જોખમઅસ્થમાની શરૂઆત અવારનવાર બાળપણથી જ થતી હોય છે. જ્યારે કોઈ સગર્ભા મહિલા સતત પ્રદૂષિત વાતાવરણમાં રહે છે, ત્યારે ગર્ભમાં રહેલા બાળકના ફેફસાંના વિકાસ પર તેની માઠી અસર પડે છે. બાળકોની શ્વાસની નળીઓ પુખ્ત વયના લોકો કરતા સાંકડી હોય છે, તેથી પ્રદૂષણ તેમને ઝડપથી અસર કરે છે. એક સર્વે મુજબ, વિશ્વના ૧૪ ટકા બાળકો અસ્થમા જેવા લક્ષણોથી પ્રભાવિત છે.કેવી રીતે બચી શકાય?નિષ્ણાતો સલાહ આપે છે કે જે કારણોથી અસ્થમા વધતો હોય (ટ્રિગર્સ), જેમ કે ધૂળ, ધુમાડો કે પાલતુ પ્રાણીઓની રુવાંટી, તેનાથી દૂર રહેવું જોઈએ. બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરવો, પ્રદૂષણથી બચવું અને ડોક્ટરના સતત સંપર્કમાં રહીને નિયમિત દવા લેવાથી અસ્થમા સાથે પણ સામાન્ય જીવન જીવી શકાય છે.
ભારતમાં અસ્થમા રોગચાળોઃ મોડેથી નિદાન અને પ્રદૂષણ ઉચ્ચ મૃત્યુદરમાં ફાળો આપે છે
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.