Achira News Logo
Achira News

ભારતીય કેન્દ્રીય બજેટમાં આયુષ પાર્ક, પ્રવાસન માળખાગત સુવિધાઓ અને આરોગ્ય રાહત પહેલની જાહેરાત કરવામાં આવી

Akila News
ભારતીય કેન્દ્રીય બજેટમાં આયુષ પાર્ક, પ્રવાસન માળખાગત સુવિધાઓ અને આરોગ્ય રાહત પહેલની જાહેરાત કરવામાં આવી
Full News
Share:

જામનગર : જામનગરને આયુષ પાર્કની મોટી ભેટ: કેન્દ્રીય બજેટમાં જામનગર માટે ખાસ 'આયુષ પાર્ક'ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ જામનગરને આયુર્વેદિક ચિકિત્સા અને સંશોધનમાં વિશ્વના નકશા પર ટોચનું સ્થાન અપાવશે.>> ઐતિહાસિક વારસાનો વૈશ્વિક વિકાસ: કચ્છના ધોળાવીરા અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળો સહિત દેશના 15 પ્રવાસન ધામોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરવા માટે વિશેષ પેકેજની જોગવાઈ કરવામાં આવી છે.>> મધ્યમ વર્ગને આરોગ્યમાં રાહત: કેન્સર અને ડાયાબિટીસ જેવા 7 ગંભીર રોગોની દવાઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરાઈ છે, જે સામાન્ય નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.>> મહિલાઓ માટે હોસ્ટેલની સુવિધા: રાજ્યમાં શિક્ષણ અને નોકરી અર્થે આવતી મહિલાઓ માટે વિશેષ હોસ્ટેલ નેટવર્ક ઊભું કરવામાં આવશે, જેથી દીકરીઓને રહેવા-જમવાની સુરક્ષિત વ્યવસ્થા મળે.>> ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્સ: પરિવહનને વેગ આપવા 7 હાઈસ્પીડ રેલ કોરિડર જાહેર કરાયા છે. જોકે ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યા છે, પરંતુ ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય કેન્દ્રીય બજેટમાં આયુષ પાર્ક, પ્રવાસન માળખાગત સુવિધાઓ અને આરોગ્ય રાહત પહેલની જાહેરાત કરવામાં આવી | Achira News