Achira News Logo
Achira News

ભારતીય ક્રિકેટને આંચકોઃ સનરાઇઝર્સ હૈદરાબાદના માલિકની ટીકા

Akila News
ભારતીય ક્રિકેટને આંચકોઃ સનરાઇઝર્સ હૈદરાબાદના માલિકની ટીકા
Full News
Share:

નવી દિલ્‍હીઃ ભારતીય ક્રિકેટ અને આઈપીએલ ફ્રેન્‍ચાઇઝી માલિકોને લગતો એક મોટો વિવાદ સપાટી પર આવ્‍યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદનાં માલિક કાવ્‍યા મારન હાલમાં સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓનો સામનો કરી રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં રમાતી ટી૨૦ ટુર્નામેન્‍ટ એસએ૨૦માં તેમની માલિકીની ફ્રેન્‍ચાઇઝી દ્વારા પાકિસ્‍તાની મૂળના ખેલાડીને કરારબદ્ધ કરવામાં આવતા ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સત્તાવાર અહેવાલો અનુસાર, ભારત-પાકિસ્‍તાનના વણસેલા સંબંધોને કારણે પાકિસ્‍તાની ખેલાડીઓને ભારતીય લીગમાં રમવા પર અઘોષિત પ્રતિબંધ છે. ત્‍યારે એક ભારતીય માલિક દ્વારા વિદેશી લીગમાં પાકિસ્‍તાની ખેલાડીને સામેલ કરવો તે ગંભીર ચર્ચાનો વિષય બન્‍યો છે. ઉર્દુ અખબારોના અહેવાલોમાં આ નિર્ણયને રમતને રાજકારણથી અલગ રાખવાના સાહસિક પગલા તરીકે દર્શાવવામાં આવ્‍યો છે, જ્‍યારે સ્‍થાનિક અને હિન્‍દી માધ્‍યમોમાં તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય ક્રિકેટને આંચકોઃ સનરાઇઝર્સ હૈદરાબાદના માલિકની ટીકા | Achira News