Achira News Logo
Achira News

ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવનું રિસેપ્શન

Akila News
ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવનું રિસેપ્શન
Full News
Share:

નવી દિલ્‍હી : ટીમ ઈન્‍ડિયાના સ્‍ટાર સ્‍પિનર કુલદીપ યાદવના લગ્ન બાદ લખનઉમાં તેમનું રિસેપ્‍શન યોજવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ક્રિકેટના દિગ્‍ગજોની સાથે જાણીતી રાજકીય હસ્‍તીઓનો જમાવડો જોવા મળ્‍યો હતો. ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને યુવા બેટ્‍સમેન યશસ્‍વી જયસ્‍વાલ, પૂર્વ ઓપનર શિખર ધવન અને ઓલરાઉન્‍ડર રવિન્‍દ્ર જાડેજા પણ પત્‍ની રિવાબા સાથે સમારોહમાં આવ્‍યા હતા. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રિસેપ્‍શનમાં પહોંચ્‍યા હતા. આ ગ્રાન્‍ડ રિસેપ્‍શનમાં આશરે ૯૦૦થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. ખાસ મહેમાનો માટે ચાર ચાર્ટર્ડ પ્‍લેનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય ક્રિકેટર કુલદિપ યાદવનું રિસેપ્શન | Achira News