Achira News Logo
Achira News

ભારતીય જુડોકા તાકેલમ્બમ ઇનુગાંબીએ એશિયન જુડો ચેમ્પિયનશિપ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો

Akila News
ભારતીય જુડોકા તાકેલમ્બમ ઇનુગાંબીએ એશિયન જુડો ચેમ્પિયનશિપ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો
Full News
Share:

ઓરડોસ સિટી (ચીન) : ચીનના ઓરડોસ સિટીમાં રમાયેલી એશિયન જુડો ચેમ્પિયનશિપ ૨૦૨૬માં મણિપુરની ટાખેલમ્બમ ઇનુગંબીએ કાંસ્ય પદક (Bronze Medal) જીતીને ભારતીય રમતજગત માટે એક નવો ઈતિહાસ રચ્યો છે. છેલ્લા ૧૩ વર્ષથી ભારત આ ખંડિય સ્તરે મેડલની રાહ જોઈ રહ્યું હતું, જે રાહનો અંત ઇનુગંબીએ પોતાની પ્રતિભા અને સંઘર્ષના જોરે લાવ્યો છે. છેલ્લે ૨૦૧૩માં અનીતા ચાનુએ ભારત માટે મેડલ જીત્યો હતો, જે સંયોગવશ અત્યારે ઇનુગંબીની મેન્ટર છે.ઈજા બાદ કેટેગરી બદલવી પડી, પણ હિંમત ન હારીઇનુગંબીની આ સફર બિલકુલ આસાન નહોતી. ૨૦૧૮માં ગંભીર ACL ઈજાને કારણે તેની કારકિર્દી જોખમમાં મુકાઈ હતી. અગાઉ ૬૩ કિલોગ્રામ કેટેગરીમાં રમતી ઇનુગંબીએ સર્જરી બાદ વજન જાળવી રાખવામાં મુશ્કેલી પડતા ૭૦ કિલોગ્રામની નવી કેટેગરીમાં શિફ્ટ થવું પડ્યું હતું. શરૂઆતમાં ભારે વજનના હરીફો સામે લડવું મુશ્કેલ હતું, પરંતુ તેણે ટેક્ટિકલ ગેમ અને ગ્રાઉન્ડ ટેકનિક પર ભાર મૂકીને આજે એશિયા સ્તરે પોતાની તાકાત બતાવી દીધી છે.પતિનો સાથ અને ઓલિમ્પિકનું સપનુંઇનુગંબી પોતાની આ સફળતાનો શ્રેય તેના પતિ આશિષ કુમાર ચૌધરીને આપે છે, જે પોતે એક ઓલિમ્પિયન બોક્સર છે. આશિષે પોતાની કારકિર્દીમાં જે કમી અનુભવી હતી, તે ઇનુગંબીના મેડલ દ્વારા પૂરી કરવા માંગે છે. ઇનુગંબીએ જણાવ્યું કે, "મારા પતિ હંમેશા કહે છે કે તારે જીતવું જરૂરી છે, માત્ર તારા માટે નહીં પણ ભારતની આવનારી પેઢી માટે. જો એક વ્યક્તિ જીતશે, તો બાકીનાને પણ વિશ્વાસ બેસશે કે તેઓ પણ જીતી શકે છે."હવે નજર કોમનવેલ્થ અને એશિયન ગેમ્સ પરઆ ઐતિહાસિક જીત બાદ હવે ઇનુગંબીનું આગામી લક્ષ્ય ૨૦૨૬ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ અને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ છે. તે માને છે કે આ સ્પર્ધાઓમાં સારા પરિણામો મેળવીને તે ૨૦૨૮ની લોસ એન્જલસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવા અને ત્યાં પણ ભારતનો તિરંગો લહેરાવવા પૂરી રીતે તૈયાર છે.મણિપુર જેવા સંઘર્ષગ્રસ્ત રાજ્યમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકનારી ઇનુગંબી આજે લાખો ભારતીય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની ગઈ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય જુડોકા તાકેલમ્બમ ઇનુગાંબીએ એશિયન જુડો ચેમ્પિયનશિપ 2026માં બ્રોન્ઝ મેડલ જીત્યો | Achira News