Achira News Logo
Achira News

ભારતીય પોલીસે 53 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો

Western Times
ભારતીય પોલીસે 53 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો
Full News
Share:

રૂ. ૫૩ કરોડનું આંતરરાજ્ય સાયબર કૌભાંડ: ગુજરાત પોલીસે ૧૦ની ધરપકડ કરી બાબા સિદ્દીકી હત્યા કેસના આરોપીઓને પણ આપ્યા હતા ‘મ્યુલ’ એકાઉન્ટ રાજ્યવાર ફરિયાદોની વિગત:ગુજરાતમાં ૨૨, કર્ણાટકમાં ૧૪, મહારાષ્ટ્રમાં ૧૩, ઉત્તર પ્રદેશ અને કેરળમાં ૧૦-૧૦, રાજસ્થાનમાં ૯, તમિલનાડુમાં ૮, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં ૭-૭, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ૬-૬, દિલ્હીમાં ૫, બિહાર અને પંજાબમાં ૩-૩ ફરિયાદો નોંધાઈ છે. અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવીને તમારા બેંક ખાતા, ATM કાર્ડ કે ચેકબુક ભાડે આપશો નહીં. ગાંધીનગર, ૫ મે (IANS):દેશભરમાં ૧૩૨ ફરિયાદો સાથે જોડાયેલા અને રૂ. ૫૩ કરોડથી વધુની છેતરપિંડીના આંતરરાજ્ય સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ (CID ક્રાઈમ) એ મંગળવારે જણાવ્યું હતું કે આ કેસમાં આણંદ અને અમદાવાદથી ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. વધતા જતા સાયબર ગુનાઓ સામે કાર્યવાહી તેજ કરવાના DGP કે.એલ.એન. રાવના આદેશ બાદ, પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા, સંજય કેશવાલા અને વિવેક ભેડાના સુપરવિઝન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા ૧૦ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ કમિશનના આધારે સાયબર છેતરપિંડી દ્વારા મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડતા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય પોલીસે 53 કરોડ રૂપિયાથી વધુના આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો | Achira News