Achira News Logo
Achira News

ભારતીય પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના બે શંકાસ્પદોની ધરપકડ કરી

Akila News
ભારતીય પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના બે શંકાસ્પદોની ધરપકડ કરી
Full News
Share:

રાજકોટઃ ગોંડલમાં ૪ દિ' પુર્વે ટ્રાન્‍સપોર્ટર રાજદીપભાઇ ઉજીયાના ગુંદાળા રોડ સ્‍થિત વૃજવાટીકા એપાર્ટમેન્‍ટના ફલેટમાંથી સોના -ચાંદીના દાગીના તથા રોકડ રૂા. ૧ લાખ મળી કુલ ૭ લાખની મતાની ચોરી થતા આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરની સુચના અન્‍વયે રૂરલ એલસીબીના ઇન્‍ચાર્જ પીઆઇ કે.એમ.ચાવડા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભિમાણી તથા પીએસઆઇ પી.એન.ભરવાડની ટીમે સીસીટીવી ફુટેજ ચેક કરી ચોરીમાં સંડોવાયેલ સીકલીગર ગેંગના નાનકસીંગ ઉર્ફે કુલદીપસીંગ સન ઓફ બલ્લેસીંગ ટાંક (રહે. સુરત) તથા જસબીરસીંગ ઉર્ફે જગવીરસીંગ સન ઓફ રાજેશસીંગ ટાંક (રહે. વંથલી)ને બે ચોરાઉ બાઇક, જાયલો કાર તથા મોબાઇલ મળી કુલ ૩.૦પ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ બંને શખ્‍સોએ સુરતથી ફોર વ્‍હીલ કારમાં આવી હાઇવે રોડ નજીક વિસ્‍તારમાંથી બે બાઇકની ચોરી કરી ફલેટમાં હાથફેરો કર્યો હતો. પકડાયેલ નાનકસીંગ સામે સુરત-નવસારીમાં ૩પ ગુન્‍હા અને જસબીરસીંગ સામે સુરત શહેરમાં ૧પ ગુનાઓ નોંધાયેલ છે. ંતસ્‍વીરમાં પકડાયેલ બંને રીઢા ગુનેગાર ચોરાઉ મુદામાલ સાથે નજરે પડે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય પોલીસે કુખ્યાત સિકલીગર ગેંગના બે શંકાસ્પદોની ધરપકડ કરી | Achira News