મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલા અંદરણા પાસે એલસીબીની ટીમેં બાતમીના આધારે ત્રાટકીને ત્યાંથી પસાર થતા ટ્રેલરને એટકાવીને સઘન ચેકિંગ કરતા આ વાહનની ચેસીસમાં બનાવેલા ચોર ખાનામાં છુપાવીને મોટાપાયે વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું હતું. આથ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે ટ્રક ટેલર નંબર જીએ 39 ટીએ 2090 ચરાડવા તરફથી મોરબી બાજુ આવી રહ્યું છે અને તે વાહનની અંદર દારૂ બિયરનો મોટાપાયે જથ્થો ભરેલો છે. આ પ્રકારની બાતમી મળતા જ તુરંત જ એલસીબીની ટીમેં સતર્ક બની આંદરણા ગામ પાસે ભેરુનાથ હોટલ નજીક વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. ત્યારે મળેલી બાતમી મુજબનું ટ્રક ટ્રેલર ત્યાંથી પસાર થતા પોલીસે તે વાહનને અટકાવી તેને ચેક કરાતા ટ્રક ટ્રેલરના ચેસીસની અંદર બનાવાયેલા ચોરખાનામાંથી દારૂની 4608 બોટલ મળી આવી હતી, તેમજ બિયરના 96 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે દારૂ, બિયર તથા ટ્રક સહિતનો કુલ રૂ. 20,87,072 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આરોપી ધનારામ પુનમારામ ચૌધરી રહે. બામરલા ગામ તાલુકો સેડવા રાજસ્થાનની ધરપકડ કરી તેની પ્રાથમિક પૂછપરછ પૂછપરછ કરતા આ દારૂની હેરાફેરીમાં આરોપી દમારામ જાટ રહે. ગીડા ગામ રાજસ્થાન અને આરોપી દુદારામ દમારામ ચૌધરી રહે. લીલસર રાજસ્થાનનું નામ બહાર આવતા બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભારતીય પોલીસે ટ્રકના ટ્રેલરમાંથી વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો જપ્ત કર્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.