અમદાવાદ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેનમાં મુસાફરોને નશીલી દવા ખવડાવી કે કેફી પીણું પીવડાવી લૂંટતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી મુસાફરી દરમિયાન પેસેન્જરો સાથે મિત્રતા કેળવી, ખાણીપીણી પીઆઈ જે. આર. દેસાઈની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. આરોપી સતત લોકેશન બદલતો રહેતો હતો. પરંતુ ચોક્કસ બાતમી મળતા પોલીસની એક ટીમ દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હીના ગોવિંદ મહોલ્લા, હૈદરપુર વિસ્તારમાંથી બિહારના રહેવાસી આરોપી અમિતકુમાર સુખદેવ ઠાકુરને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીના 3 મોબાઈલ, સીમ કાર્ડ અને રોકડ 2 લાખ રૂપિયા મળી આવ્યો છે. એટીએમની ચોરી કર્યા બાદ પૈસા ઉપાડતો : આરોપી મોબાઈલ અને એટીએમ કાર્ડ ચોરી લેતો અને સિમકાર્ડ ચાલુ હોવાથી તે એટીએમ મશીન પર જઈ ‘ફોરગેટ કે ચેન્જ પીન’ના ઓપ્શનની મદદથી ઓટીપી મેળવી નવો પિન બનાવીને રૂપિયા ઉપાડતો હતો. લાંબા અંતરની ટ્રેનોમાં ગેંગ ચોરી કરતી હતીઆ ગેંગ અમદાવાદથી લાંબા અંતરની ટ્રેનોને નિશાન બનાવતી હતી હતી. જેમાં અમદાવાદથી ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળ તરફ જતી ટ્રેનોમાં મુસાફરોને વધુ નિશાન બનાવાયા હતા. આ ઉપરાંત અમદાવાદથી ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં પેસેન્જરોને બેફાન કરીને લૂંટ કરતી હતી.
ભારતીય પોલીસે ટ્રેન લૂંટ ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.